Get The App

જામનગર જિલ્લા જુદા-જુદા 3 હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના વાહનની ઠોકરે અપમૃત્યુ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લા જુદા-જુદા 3 હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના વાહનની ઠોકરે અપમૃત્યુ 1 - image

Jamnagar Accident : જામનગર જિલ્લાના ખંભાળિયા ધોરી માર્ગે કાલાવડ રોડ પર જુદા-જુદા ત્રણ વાહન અકસ્માતોમાં ત્રણ વ્યક્તિ કાળનો કોળીયો બની છે, અને પોતાના જીવ ગુમાવ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી રસ્તો ઓળંગી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતીની અને હાલ લાલપુર પંથકમાં રહેતા ગંગાસિંહ પાંખીસિંહ યાદવ (ઉમર વર્ષ 53) ને જી.જે. 17 એક્સ.એક્સ. 0693 નંબરના ટેમ્પોના ચાલકે હડફેટમાં લઇ કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધ્યો છે

અકસ્માતનો બીજો બનાવ જામનગર કાલાવડ રોડ પર મોડપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા વલ્લભભાઈ પ્રેમજીભાઈ ભંડેરી નામના 67 વર્ષના ખેડૂતને જી.જે.10 ઇ.બી.9651 નંબરના બાઈકના ચાલકે ઠોકરે ચડાવી હેમરેજ સહિતની ઈજા પહોંચાડતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે વૃતકના પુત્ર કિશોરભાઈ વલ્લભભાઈ ભંડેરીએ પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો ત્રીજો બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી ચાલીને જઈ રહેલા 40 વર્ષની વયના રસ્તે રઝળતા ભટકતા એક અજ્ઞાત યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે તેને કચડી નાખનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.