Get The App

આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા 1 - image

- ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઇનીઝ દોરીનો વેપલો 

- મૂંજકુવામાં ચાઇનીઝ દોરીની 144 અને બોરસદમાંથી 30 ફીરકીઓ પોલીસે જપ્ત કરી 

આણંદ : આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદ શહેર પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ત્રણ શખ્સોને પકડી પાડયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

આંકલાવ તાલુકાના મુંજકુવા ગામની રવિપુરા સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારવામાં આવી હોવાની બાતમીના પગલે ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતાં બે શખ્સો કાર્ટૂન લઈને જતા જોવા મળ્યા હતા પોલીસે બંનેને પકડી તપાસ કરી હતી. તેઓની પાસેથી ૧૦ કાર્ટુન મળ્યા હતા.જેમાં ૧૪,૪૦૦ની કિંમતના ચાઈનીઝ દોરીના ૧૪૪ ફીરકા મળ્યા હતા. પોલીસે પ્રકાશ ઉર્ફે પકો ભગુભાઈ પઢીયાર (રહે અંબાવ) અને દીક્ષિત ઉર્ફે ગટો રણછોડભાઈ ચૌહાણ (રહે હઠીપુરા)ને પકડી પાડયા હતા. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

અન્ય બનાવમાં એક શખ્સ બાઈક ઉપર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ડિલિવરી આપવા માટે સિંગલાવ વાળા રોડ ઉપર આવેલી હોસ્પિટલ નજીક આવવાનો હોવાની માહિતી બોરસદ શહેર પોલીસને મળી હતી જેના આધારે એક શખ્સ બાઈક લઈને આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને બાઈક ઉપર મુકેલા થેલામાં તપાસ કરતાં અંદરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૩૦  ફીરકીઓ મળી આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા ૩૦૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ચાઈનીઝ દોરી તથા બાઇક મળી કુલ રૂપિયા ૧૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને  દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ સુરેશભાઈ સોલંકી(રહે દેદરડા)ને પકડી પાડયા હતો.