પોલીસને
દરોડામાં માત્ર ૧.૩૯ લાખની રોકડ જ મળી
વિરમગામ
ડિવિઝન, વિરમગામ
ટાઉન અને નળસરોવર પોલીસનો સંયુક્ત દરોડો
વિરમગામ -
વિરમગામ ડિવિઝન, વિરમગામ ટાઉન અને
નળસરોવર પોલીસની સંયુક્ત ટીમે વિરમગામ ડિવાય.એસપીને મળેલી ખાનગી બાતમીના આધારે
નળસરોવર પોલીસની હદમાં વિરમગામ તાલુકાના જાલમપુરા ગામની સીમમાં ભૂતની આબલીવાળા
ખુલ્લા ખેતરમાં દરોડો પાડયો હતો.
પોલીસે
અહીં તીન પત્તીનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સો નિલેશભાઈ જમોડ (ઝેઝરા), રમેશભાઈ મકવાણા
(થુલેટા) અને ભાઈલાલભાઈ તળપદા (જાલમપુરા)ને સ્થળ પરથી ઝડપી પાડયા હતા. જોકે,
અન્ય ચાર આરોપીઓ ગોપીભાઈ પટેલ, હજારભાઈ પટેલ,
પાંચાભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ ફરાર થવામાં સફળ રહ્યા હતા.
પોલીસે
જુગારીઓ પાસેથી અંગજડતી અને દાવ પરની રકમ મળીને કુલ રૃ.૧,૩૯,૧૦૦ની રોકડ રકમ કબજે કરી હતી. જોકે, આ મોટી રેડમાં
માત્ર રોકડ રકમ જ ઝડપાતા, જુગારીઓ પાસેથી મોબાઈલ કે વાહન
જેવો અન્ય કોઈ સાધન-સામગ્રી કેમ ન પકડાઈ તે અંગે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા
થયા છે.


