બોટાદમાં દારૂ અને બિયરના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા
- પોલીસે દારૂની 3 બોટલ, બિયરના 5 ટીન કબ્જે લીધા
- બાતમીના આધારે પોલીસે શંકા જતાં કારને અટકાવી અને નશાનો જથ્થો ઝડપાયો
ભાવનગર : બોટાદ ભાંભણ રોડ પર હીફલી પહેલી શેરી પાસે કારમાં દારૂની ત્રણ બોટલ અને બિયરના પાંચ ટીન સાથે ત્રણ શખ્સોને બોટાદ પોલીસે ઝડપી પાડયા હતા.
બનાવની વિગત એવી છે કે, બોટાદ ભાંભણ રોડ પર હીફલી પહેલી શેરીમાંથી કારમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીના આધારે બોટાદ પોલીસે ગત રોજ સાંજે વૉચ ગોઠવી હતી. જયાં બાતમીવાળી કાર નં.જીજ.૩૬.એજે.૮૬૭૭ ને શંકાના આધારે અટકાવી તેની તલાશી લીધી હતી. જેમાં કારની ડ્રાઈવર, કન્ડક્ટર અને પાછલી સીટની નીચેના ભાગમાંથી ભારતીય બનાવટની દારૂની ત્રણ બોટલ તથા બિયરના પાંચ ટીન મળી આવ્યા હતા. પોલીસે આ જથ્થા સાથે પાર્થ મહાદેવભાઈ અંબારીયા (રહે.વઢવાણ,જી.સુરેન્દ્રનગર), મેહુલ શંકરભાઈ ઝાલા(રહે.બોટાદ) અને આકાશ રાજેશભાઈ મુળીયા (રહે.બોટદ)ને કુલ રૂ.૧,૫૨,૨૦૭ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રણેય વિરૂદ્ધ બોટાદ પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ તળે ગુનો નોંધ્યો હતો.