ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર

- 3 ઈસમો બે દિવસના રિમાન્ડ પર
- આધેડને ગોલ્ડમા ઓનલાઇન ટ્રેડીગ કરવાનુ કહીને રોકાણની લાલચ આપી ફ્રોડ આચર્યું હતું
ચિત્રા જીઆઇડીસી કવાર્ટર બી/૯.માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ આરોપીએ ગોલ્ડમા ઓનલાઇન ટ્રેડીગ કરવાનુ કહીને રોકાણ કરવાથી રોજે-રોજ ૦.૬ થી ૧ સુધી યુએસડીટી મા પ્રોફીટ મળશે. તેમ જણાવી વિશ્વાસમાં લઇ કોમ્પ્યુટર સંસાધન અથવા કોમ્યુનિકેશન સાધનની મદદથી યોગેન્દ્રસિંહનું એકાઉન્ટ બનાવડાવી ગોલ્ડ ટ્રેડીંગમા રોકાણના નામે ઉપરોકત બતાવેલ લીંકમા જણાવેલ બેંક એકાઉન્ટમાં મોકલવાનુ કહી કુલ રૂા.૧,૧૦,૫૦,૦૦૦ નું સાયબર ફ્રોડ કરી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઇ ફરીયાદી સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યા હતો.આ ગુન્હામા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કુલદિપસિંહ વનરાજસિંહ પુવારને ઝડપી લેવામાં આવ્યો હતો.જ્યારે જાબીરહુસૈન જાકિરહુસૈન મલેક ( રહે.મકાન નં.૩, અક્શા પાર્ક, હાસીયાના સોસાયટી, વાલ્મી રોડ, હાડગુડ, આણંદ ), સમીરમીયા ઉર્ફે અરમાન સીદીકમીયા મલેક ( રહે.જુની ઇન્દિરાનગરી, રાવલી તા.પેટલાદ ),અફજલ યાસીનભાઇ વ્હોરા ( રહે.હાલ ઇનામપાર્ક સોસાયટી, સલાટીયા રોડ, આણંદ જી.આણંદ મુળ રહે.મદની પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, ગામ કણજરી તા.નડિયાદ જી.ખેડા )ને તા.૦૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ઝડપી લીધા હતા.પકડાયેલા ત્રણેય શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૦૨ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.આ બનાવ અંગેની વધુ તપાસ પીઆઈ એન.એમ.તલાટી ચલાવી રહ્યા છે.








