Get The App

વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારી દેનાર 3 હત્યારા ગિરફ્તાર

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારી દેનાર 3 હત્યારા ગિરફ્તાર 1 - image

- 5 દિવસ પૂર્વે બોટાદના તુરખા ગામે ખુની ખેલ ખેલાયો હતો

- પોલીસે ત્રણેય શખ્સને સાથે રાખી ઘટનાનું રિ - કન્સ્ટ્રક્શન કર્યું 

ભાવનગર : બોટાદના તુરખા ગામે જૂની અદાવતની દાજ રાખી ૧૫ શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડયા હતા.અને અને ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં બે મહિલા સહિત પાંચ લોકોને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં વૃધ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું.આ સમગ્ર પ્રકરણમાં ૧૫ પૈકી ત્રણ હત્યારાને ઝડપી લઇ પોલીસે ઘટનાનું રિ - કન્સ્ટ્રક્શન કર્યું હતું.

બોટાદ તાલુકાના તુરખા ગામે રહેતા ધનજીભાઈ લાખાભાઈ પરમારને આજ ગામે રહેતા નાગજી ખોડાભાઈ સાગઠીયા સાથે સગીરાને ભગાડી જવાના મામલે બોલા ચાલી માથાકૂટ થઈ હતી.જેની દાજ રાખી કુલદીપ નાગજીભાઇ સાગઠીયા ,નાગજી ખોડાભાઇ સાગઠીયા, ભગી ફુલભાઇ ધાધલ,સુરેશ ફુલભાઇ ધાંધલ,દિલીપ પ્રતાપભાઇ ખાચર,નરેન્દ્ર મંગાભાઇ સાગઠીયા,પંકજ મંગાભાઇ સાગઠીયા,બીપીન ભરતભાઇ સાગઠીયા ,નાગજી ખોડાભાઇ ના પત્ની ,કુલદીપ નાગજીભાઇના પત્ની ,બાબુ ખોડાભાઇના પત્ની ,દિપક બાબુભાઇ સાગઠીયા ,બીપીન દાનાભાઇ સાગઠીયા અને બે અજાણ્યા ઇસમો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને ભોજન કરી રહેલા ધનજીભાઈ લાખાભાઈ પરમાર,મહેશભાઈ પરમાર, નાનીબેન લાખાભાઈ પરમાર અને પરિવારના સભ્યો પર હથિયારો વડે તૂટી પડયા હતા.અને ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.પરિવારના ધનજીભાઈ ,નાનીબેન મહેશભાઈ સહિત બે મહિલાને ઇજાગ્રસ હાલતે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા.જ્યાં નાનીબેન પરમારનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે ધનજીભાઈએ ત્રણ મહિલા સહિત ૧૫ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં પોલીસે ૧૫ પૈકી નરેન્દ્ર મંગાભાઇ સાગઠીયા,પંકજ મંગાભાઇ સાગઠીયા અને બિપિન ભરતભાઈ સાગઠિયાને ઝડપી લઇ પોલીસે ઘટનાનું રિ - કન્સ્ટ્રક્શન કર્યું હતું

તદુપરાંત  હત્યારાઓને ઝડપી લેવાની માંગ સાથે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે ત્યારે ચોથા શખ્સની ધરપકડ કરશે - ડીવાયએસપી બોટાદ

ગત ૧૪ જાન્યુઆરીના દિવસે તુરખા ગામે ખુની ખેલ ખેલવામાં આવ્યો હતો.૧૫ જેટલા શખ્સે પરિવાર પર હુમલો કરી વૃદ્ધ મહિલાનું મોત નિપજાવ્યું હતું.આ મારા મારીમા નાગજી ખોડાભાઈ સાગઠીયા નામનો શખ્સ ઇજાગ્રસ થઈ જતા સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી રજા આપતાંની સાથેજ નાગજીની ધરપકડ કરવામાં આવશે તેમ બોટાદ ડીવાયએસપીએ જણાવ્યું હતું.