Vadodara : મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની ગેંગના ચાર આરોપીઓ મહિના અગાઉ પકડાયા હતા. આ ગુનામાં સડોવાયેલા અને નાસ્તા ફરતા ત્રણ આરોપીઓ (1) વિજય ફતેસિંહ સોલંકી (રહે-અમરાપુર, તાલુકો સાવલી) (2) વિજય વનરાજભાઈ પરમાર (3) અંકિત નરવતસિંહ ચાવડા (બંને રહે-કોટલીંડોળા, તાલુકો ઠાસરા જિલ્લો ખેડા) ને ઝડપી પેરલ ફ્લોની સ્કોર્ડના સ્ટાફે ઝડપી પાડી કરજણ પોલીસને સુપ્રત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ડીઝલ ચોરીનો નેટવર્ક કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર ચાલતું હતું. તા.2 ના રોજ એક ટેન્કરમાંથી 70 લીટર ડીઝલની ચોરી થતાં આ અંગે રણોલીની એમ.આર. શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના હેમારામ કલારામ જાટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


