Gujarat

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા

By GS TEAM
12 May 20262 mins read
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા

ભાવનગરમાં ૨૪ કલાકમાં છરી મારવાની બીજી ઘટના

યુવાન ફોઇ ના દીકરાના લગ્નમાં આવ્યો હતો ત્યારે બનાવ બન્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

ભાવનગરશહેરના ફુલસર વિસ્તારમાં રહેતો યુવાન ફોઇના પુત્રના લગ્નમાં આવ્યો હતો અને ડીજે ની મજા માણી રહ્યો હતો તે દરમિયાન યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી ત્રણ ઈસમોએ યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી.

ભાવનગર શહેર જિલ્લામાં આવારા તત્વો જાણે કે બેફામ બન્યા હોય તેમ મારા મારી હત્યા સહિતના બનાવવાનું પ્રમાણે દિન પ્રતિદિન વધી રહ્યું છે. હજુ તો વિઠ્ઠલવાડી વિસ્તારમાં આધેડને છરીના ઘા ઝીંકાયા હોવાની ઘટનાને ૨૪ કલાક નથી થયા ત્યાં જ બીજી ઘટના ફુલસર વિસ્તારમાં બની હતી. જેમાં ફુલસર ગામ તળાવ ઠાકરદ્વારા પાસે રહેતા તનસુખભાઈ રમેશભાઈ મેરના પુત્ર રાજદીપભાઇએ ગઈ તા ૦૬ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ફુલસર કર્મચારીનગરમા રહેતા શિવરાજસિંહ જાડેજાની દિકરી વિણાબા સાથે  લવ મેરેજ કરી લીધેલ હતા અને તેની અદાવત રાખી હતી.દરમિયાનમાં ભાજપાના મહિલા મોરચના મંત્રી શારદાબેન રામજીભાઈ સોલંકીના પુત્ર બ્રિજેશભાઇના લગ્નમાં હોય શારદાબેનના ભાઈનો પરિવાર પણ આવ્યો હતો.અને વરઘોડો ડીજે સાથે શરૃ હતો. વરઘોડામાં રાજદીપભાઇ આવ્યા ત્યારે હાદકસિંહ શિવરાજસિંહ જાડેજા તથા મયુરસિંહ ગોહિલ તથા અમરદિપસિંહ જોરૃભા ઝાલા એમ ત્રણેય એક્ટીવા તથા મોટર સાયકલ લઈને આવીને ધસી આવ્યા હતા.અને રાજદીપભાઇને આડેધડ ગળાના ભાગે છરી ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની કોશીષ કરી હતી.ઇજાગ્રસ્ત રાજદીપભાઇને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તના પિતા તનસુખભાઈએ ત્રણ શખ્સ વિરૃધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.