Gujarat

3 શખ્સે ખોટા ઘરેણા પધરાવી ફાઇનાન્સ કંપની સાથે રૂ. 5 લાખની છેતરપિંડી આચરી

By GS TEAM
10 Aug 20252 mins read
3 શખ્સે ખોટા ઘરેણા પધરાવી ફાઇનાન્સ કંપની સાથે રૂ. 5 લાખની છેતરપિંડી આચરી

- બોટાદના બસ સ્ટેશન પાસે આવેલ ફાઇનાન્સ કંપનીમાંથી

- સોનાના વરખ ચડાવેલી બંગડીઓ આપી ત્રણેયે પ્લાન બનાવી રૂપિયા મેળવી લીધા

ભાવનગર : બોટાદમાં સોનાપર ગોલ્ડ લોન આપતી ફાઈનાન્સ કંપની માંથી ત્રણ શખ્સે સોનાની બંગડીઓની જગ્યાએ ચાંદી જેવી ધાતુની બંગડીઓ પધરાવી રૂ.૫ લાખની છેતરપિંડી આચરી હતી.

બોટાદના ઢાંકણીયા રોડ પર આવેલ મોહનનગર ખાતે રહેતા અને આઈટીઆઈ ગોલ્ડ લોન નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હરેશભાઈ ઈશ્વરભાઈ કણજારીયા ગત તા ૧૫ એપ્રિલ ૨૪ ના રોજ બસ સ્ટેન્ડ પાસે આવેલી ગોલ્ડ લોનની બ્રાન્ચમા ફૈઝલ અબ્દુલભાઈ વારૈયા ગોલ્ડ લોન આપી બ્રાન્ચમાં ગોલ્ડ લોન લેવા માટે વાત કરી હતી.દરમિયાનમાં બ્રાન્ચ મેનેજરે સોનાના ઘરેણા વિશે પૂછપરછ કરતા ફૈઝલએ બે સોનાની બંગડીઓ બતાવી હતી.અને ફૈઝલ સોનાની બંગડી પર ૧,૬૩ ,૦૦૦ ની લોન મળવી હતી.તદુપરાંત વિનોદભાઈ પભાભાઈ સાંકળિયાએ બે સોનાની બંગડી પર ૧,૭૦,૦૦૦ લોન લીધી હતી.બન્નેને લોન આપ્યા બાદ  બ્રાન્ચના ઓડિટર દ્વારા સોનાની બંગડીઓની ચકાસણી કરતા સોનાનું વરખ ચડાવેલ ચાંદીની ધાતુની બંગડી નીકળી હતી.આ બનાવ અંગે બ્રાંચ મેનેજરે લોન લેનાર બન્ને શખ્સને જાણ કરવામાં આવતા બંને શખ્સે મયુદ્દીન ઉર્ફે મોઈન મુજબીર રહેમાનના કહેવાથી લોન લીધી હતી.અને બન્નેને વાપરવાના પૈસા આપી લોનના રૂપિયા લઈ ગયો છે.આમ માયુદ્દીન ઉફ માઇન મુજબીર રહેમાન તથા ફેઝલ અબ્દુલભાઈ વારૈયા, વિનોદ  પભાભાઈ સાકળીયાએ બ્રાન્ચમાં સોનાની બંગડીઓની જગ્યાએ ચાંદીની ધાતુની ઉપર સોનાની વરખ ચડાવેલ છ બંગડીઓ ઉપર ગોલ્ડ લોન લઇ અમોને વિશ્વાસમા લઈ બ્રાન્ચ સાથે કુલ રૂ. ૫,૦૮,૦૦૦ ની છેતરપીંડી આચરી હતી.આ બનાવ સંદર્ભે હરેશભાઇએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ત્રણ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.