Gujarat

વડોદરા શહેરના વારસિયામાં અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાદ અદાવત રાખી 3 શખ્સોએ યુવક પર હુમલો કર્યો

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા યુવક એક શખ્સે અગાઉ મોબાઇલ પર અપશબ્દો બોલવા મુદ્દે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ તેની અદાવત રાખીને આ શખ્સે પોતાના બે સાગરીતો સાથે મળી યુવક સાથે ઝઘડો કર્યા માર મારી લોખંડ પાઇપ માથામાં હિંસક હૂમલો કર્યો હતો. જેથી યુવકે ત્રણેય શખસો સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના વારસિયામાં અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાદ અદાવત રાખી 3 શખ્સોએ યુવક પર હુમલો કર્યો

Vadodara Crime : વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા યુવક એક શખ્સે અગાઉ મોબાઇલ પર અપશબ્દો બોલવા મુદ્દે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ તેની અદાવત રાખીને આ શખ્સે પોતાના બે સાગરીતો સાથે મળી યુવક સાથે ઝઘડો કર્યા માર મારી લોખંડ પાઇપ માથામાં હિંસક હૂમલો કર્યો હતો. જેથી યુવકે ત્રણેય શખસો સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સંતકંવર કોલોની પાસેના ફ્લેટમાં રહેતા ગિરીશ સેવકરામ પહેલવાણી પરિવાર સાથે રહે છે અને કોટની પાસે સતનામ ડેરીનો ધંધો કરે છે. આજથી પંદરેક દિવસ પહેલાં જીતેન ફૂલવાણીએ મોબાઇલ ફોન પર અપશબ્દો બોલ્યાની સાથે ગિરિશભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આ ઝઘડા બાબતે સમાધાન પણ થઈ ગયું હતું તેમછતાં ગત 14 જૂનના રોજ ગિરીશભાઇ પોતાના ઘરે હતા. તે દરમિયાન રાત્રે એકાદ વાગ્યે મકાનની લાઇટો બંધ થતાં તેઓ મકાનના નીચેના ભાગમાં લાઇટ ચેક કરવા માટે ગયા હતા. જ્યાં મકાનના નીચેના ભાગે જીતેન ફૂલવાણી ઉભો હોય તેણે ગિરીશભાઇ પાસે આવીને "તું મને કેમ જાહેરમાં ગાળો બોલ્યો હતો તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેને આકાશ મોટવાણી તથા મોહિત ફૂલવાણી બોલાવ્યા હતા તે દરમિયાન જિતેન ફૂલવાણીએ વધુ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી તેને ગાળો નહીં બોલવાનું કહેતા મોહિત ફૂલવાણી અને જિતેન ફૂલવાણીએ ગિરીશભાઇને પકડીને  ઢોર માર માર્યો હતો. જ્યારે આકાશ મોટવાણીએ લોખંડની પાઇપથી માથામાં હુમલો કર્યો હતો. જેથી ગિરીશભાઇ લોહીલુહાણ થઈ ગયા હતા. યુવકે ત્રણેય ઇસમો ભાગી ગયા હતા. ગિરીશભાઇના પત્ની તથા ભાઇ મનીષભાઇ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકે વારસિયા પોલીસ સ્ટેશનમાં મોહિત અનુભાઇ ફૂલવાણી, જિતેન ફૂલવાણી તથા આકાશ મહેશકુમાર મોટવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.