Get The App

ઇકોએ રિક્ષાને અડફેટે લેતા એક જ પરિવારના 3 વ્યકિતનાં મોત

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
ઇકોએ રિક્ષાને અડફેટે લેતા એક જ પરિવારના 3 વ્યકિતનાં મોત 1 - image


- લિંબાસીના વારકાંસ વિસ્તાર પાસે 

- લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત થતાં માતા, તેના પુત્ર અને પૌત્રનું મત્યું 

નડિયાદ : લીંબાસી પાસે વારકાંસ વિસ્તારમાં સીંજવાડાથી લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડયો છે. કારચાલકે રોંગ સાઇડ આવીને રિક્ષાને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ માતા તેનો પુત્ર અને પૌત્રનું મોત થયું છે. 

માતરના સીંજવાડા ગામમાં રહેતા કુરૈશી પરિવારના સંબંધી લગ્ન પ્રસંગ હોવાથી ઝહીરનબીબી ( ઉ.વ.૫૭) તેમનો પુત્ર ઇરશાદ અને તેની પત્ની નફીસાબાનું તેમજ સંતાનો સહિત રિક્ષામાં જતા હતા. આ દરમિયાન વારકાંસ પાસે ઇકો કારે રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષાના ચાલક ઇરશાદ સહિત પરિવારને ગંભીર ઇજા થઇ હતી. જેમાં ઝહીરનબીબી અને ઇરશાદને ૧૦૮ ની ટીમે સ્થળ પર મત જાહેર કર્યા હતા. જયારે નફીસાબાનું અને તેમના સંતાનોને ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તે બાદ અયાનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાતા મોત થયું હતું.  આ મામલે ઇરશાદના ભાઇએ લિંબાસી પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.  

Tags :