Get The App

આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો 1 - image

- ટ્રાફિકને અડચણરૂપ અને દબાણો કરતા કાર્યવાહી 

- અમૂલ ડેરી રોડ પર આવેલા 7 દુકાનદારો જાહેરમાં માલસામન મૂકતા 70 હજારનો દંડ વસૂલાયો 

આણંદ : આણંદ શહેરના શાકમાર્કેટ વિસ્તાર પાસેના વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને સરસામાન જપ્ત કરાયો હતો અને મહાનગરપાલિકાએ દુકાનદારો પાસેથી ૭૦ હજારનો દંડ ફટકાર્યો હતો. 

કરમસદ- આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે આજે આણંદના મોટી શાકમાર્કેટ પાસેના વિસ્તારમાં આડેધડ લારીઓ રાખીને દબાણ અને ટ્રાફિક કરતા કાર્યવાહી હાથ ધરી હતી અને ૩ લાખીઓ અને પરચુરણ સરસામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમુલ ડેરી રોડ લપર શાકમાર્કેટ પાસે આવેલી ૭ દુકાનદારોએ રોડ પર લોકોને નડતરરૂપ સરસામાન રાખ્યો હતો. જેથી દુકાનદાર દીઠ ૭૦ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મનપા તંત્ર હજુ પાણ દબાણ કરનારા સામે કાર્યવાહી હાથ ધરશે.