Get The App

વડોદરાના માંજલપુર-મકરપુરા વિસ્તારના 3 લાખ રહીશોને તા.17 બપોરે અને તા.18 સવારે પાણી મળશે નહીં

Updated: Dec 14th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરાના માંજલપુર-મકરપુરા વિસ્તારના 3 લાખ રહીશોને તા.17 બપોરે અને તા.18 સવારે પાણી મળશે નહીં 1 - image


Vadodara Water Shortage : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારના અંદાજિત 3 લાખ જેટલા સ્થાનિક રહીશોને તા.17મીએ બપોરે અને તા.18 સવારે પાણી મળશે નહીં. ઉલ્લેખનીય છે કે,  ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ, પેટ્રોલ પંપ પાસે પાણીની નવી લાઈનની સાથે ફીડર નાની લાઈનના જોડાણની કામગીરી કરવાની હોવાથી વિસ્તારમાં તા.17મીએ સવારે પાણી વિતરણ બાદ કામગીરી શરૂ કરાશે.  જેથી મકરપુરા-ભાયલીના વિવિધ વિસ્તારમાં તા.18 સવારનું પાણી આપી શકાશે નહીં અને બપોર બાદ પાણી વિલંબથી ઓછા દબાણ અને ઓછા સમય માટે અપાશે.

 ઉલ્લેખનીય છે કે વડોદરા પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ, એચપી પેટ્રોલ પંપ પાસે પાણીની નવી 700 મીમી ડાયા ફીડર લાઇનની 1450 મી સિંધરોટની ફીડર લાઇન સાથે જોડાણની કામગીરી તા.17 ડિસે.એ સવારના પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવશે. જેથી સિંધરોટ ડબ્લ્યુ ટીપીથી પાણી મેળવતી મકરપુરા જીઆઇડીસી રોડ ટાંકી, માંજલપુર ટાંકી, તરસાલી ટાંકી, લાલબાગ ટાંકી, મકરપુરા ગામ બુસ્ટર, મકરપુરા એરફોર્સ બુસ્ટર, જાંબુઆ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારમાં તા.17 બપોર બાદ અને તા.18 ના રોજ પાણી મળી શકશે નહી. તા.18 ના રોજ પાણી નિયત સમયથી મોડું અને ઓછા દબાણ અને ઓછા સમય માટે આપવામાં આવશે તેમ પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે.


Tags :