- આણંદના વાસદ ગામના સર્વિસ રોડ ઉપર
- મિત્રને પેટમાં દુઃખાવો થતા વાસદ જતા હતા ડમ્પરનું વ્હીલ ફરી વળતા યુવકનું મૃત્યુ
આણંદ : આણંદ તાલુકાના વાસદ ગામ નજીક સવસ રોડ ઉપર ગઈકાલ રાતે ડમ્પરે બાઈકને ટક્કર મારતા નીચે પટકાયેલા ત્રણ મિત્રો પૈકી એકનું મોત થયું હતું. વાસદ પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિગપાલ સિંહ સંજય સિંહ રાઠોડના મિત્ર મયુરસિંહ અર્જુનસિંહ વાઘેલાને ગઈકાલ રાત્રિના સુમારે પેટમાં દુઃખાવો થતાં મિત્ર અક્ષયસિંહના બાઈક ઉપર ત્રણે મિત્રો વાસદ જવા નીકળ્યા હતા. રાત્રિના સુમારે વાસદ ટોલનાકાથી સવસ રોડ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે આવી ચડેલા ડમ્પરના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય મિત્રો રોડ ઉપર પટકાયા હતા. જેમાં મયુરસિંહ ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે દિગપાલ સિંહ અને અક્ષય સિંહને ઇજાઓ થતા બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.


