Get The App

શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ ઝડપાયા

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ ઝડપાયા 1 - image


Vadodara Fraud Case : શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાનું રહીને વડોદરાના ત્રણ લોકો સાથે રૂપિયા 1.70 કરોડની ઠગાઈ કરનાર ત્રણ ઠગોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. 

ઓનલાઇન રુપિયા કમાવવાની લાલચ આપી છેતરપીડી કરતાં ઠગોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈને પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર લીના પાટીલ આ ફ્રોડ વ્યક્તિઓને વહેલી તકે ઝડપી પાડવા માટેની સૂચના આપી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે બે આરોપને ઝડપી પાડવામાં આવ્યા છે. 

વડોદરા શહેરમાં રહેતા વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેઓને અજાણ્યા નંબર પરથી વ્હોટસએપના માધ્યમ દ્વારા ફોરેક્ષ ટ્રેડીંગ કરવા માટે મેસેજ આવ્યો હતો અને ભેજાબાજોએ તેમને બનાવટી ફોરેક્ષ ટ્રેડિંગ માટેની વેબસાઇટની લિંક મોકલી આપી હતી. ત્યારબાદ અને તેમને રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યુ હતું. શરૃઆતમાં વિશ્વાસ કેળવવા માટે રોકાણ કરેલા રૂપિયામાંથી મને રૂ.38 હજાર આપ્યા હતા. વૃદ્ધ પાસેથી ફોરેકસમા ઇવેસ્ટ કરવાના બહાને અલગ અલગ બેંક ખાતાઓમાં ટુકડે ટુકડે કૂલ રકમ રૂ.1.47 કરોડ ભરાવડાવ્યા હતા. તેમણે બનાવટી વેબસાઇટમાં પ્રોફિટ સાથે અનેક ગણુ રીટર્ન બતાવતા હતા. જેને વિડ્રો કરવા જતા નાણા વિડ્રો થયેલ ન હતા. જેથી તેમને રૂ.1.47 પરત નહીં આલી નાણાકીય છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને કૌશીકકુમાર હરજીવનભાઈ પરમાર (રહે.વાડજ, અમદાવાદ) તથા અમૃત વલ્લભભાઇ ચાંડપા (રહે. તાલાળા ગીર જી. ગીર સોમનાથ) ને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી કૌશીકકુમારે અન્ય વ્યકતીના નામે બેંક ખાતું ખોલાવી તે બેંક ખાતાનો ઉપયોગ ફ્રોડ માટે કર્યો હતો અને આ ખાતું સહઆરોપી અમૃત ચાંડપાને કમિશન લઈ ઉપયોગ કરવા આપ્યું હતું, અમૃતે આ બેંક ખાતું સહઆરોપીને ફ્રોડના નાણા નખાવવા માટે આપેલું હતું.

 યુટ્યુબ પર શેરમાર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને શેરમાર્કેટમાં ઇવેસ્ટ કરવાના બહાને અલગ અલગ મોબાઇલ નંબર પરથી શેર માર્કેટ એક્સ્પર્ટ તરીકે ઓળખ આપી અને ઝુમ મીટીંગ દ્વારા ઇસમો ફરિયાદીને શેર માર્કેટ અંગેની ટિપ્સ આપતા હતા. ત્યારબાદ તેમની પાસેથી શેરમાર્કેટમા ઇંવેસ્ટ કરવાના બહાને અલગ અલગ બેંક ખાતાઓમાં ટુકડે ટુકડે કૂલ રકમ રૂ.16.25 લાખ ભરાવડાવી રૂ.49 હજાર પરત કરી બાકીના રૂ.5.95 લાખ નહીં આપી નાણાકીય છેતરપિંડી કરનાર સચીન કનકરાય મહેતા.(રહે. મલાડ વેસ્ટ મુંબઇ )ને ઝડપી પાડવામાં આવ્યો છે.

 જ્યારે ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાના બહાને જોબ આપવાનું કહી ત્યારબાદ ક્રિપ્ટોમાં રોકાણ કરશો તો સારો પ્રોફેટ થશે તેવી લાલચ આપી રૂ.6.95 લાખ અલગ અલગ બેન્ક ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ વેબસાઇટમાંથી રૂપિયા નહીં ઉપાડી આપી ઠગાઈ કરનાર એક ઠગ નવાઝ વાહીદ પાનવાલાલા (રહે. રાજકોટ)ને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે.

Tags :