Get The App

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ સંપતિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ સંપતિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા 1 - image


ડમ્પર સહિત રૃ.60 લાખથી વધુનો મુદામાલ જપ્ત

સાયલાના ચોરવીરા, કટારિયા ચેક પોસ્ટ અને વાઘેલા રોડ પરથી એક-એક ડમ્પર ઝડપાયું

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજની ટીમે ચેકિંગ હાથ ધરી અલગ-અલગ ત્રણ સ્થળ પર ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા ત્રણ ડમ્પરને ઝડપી પાડયા હતા. તંત્રની ટીમે સ્થળ પરથી ૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ ચોરીના ખનન અને વહન અંગે ચેકિંગ હાથ ધરી સાયલા તાલુકાના ચોરવીરા રોડ પરથી કાનાભાઇ જોધાભાઈની માલિકીનું ડમ્પર રોયલ્ટી પાસ વગર કાર્બોેસેલ ખનિજ સંપતિનું ગેરકાયદેસર વહન કરતા ઝડપી પાડયું હતું. કટારિયા ચેક પોસ્ટ પરથી અલ્પેશભાઈ ભીમાભાઇની માલિકીનું એક ડમ્પરને રોયલ્ટી પાસ કરતા વધારે બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું. વાઘેલા રોડ પરથી જયભાઈ મહિયાની માલિકીનું ડમ્પરને બ્લેક ટ્રેપ ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ગેરકાયદેસર વહન કરતા સીઝ કરવામાં આવ્યું હતું. આમ ત્રણ ડમ્પર મળી અંદાજ રૃ. ૬૦ લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને તમામ વિરૃદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :