લીંબડીના રાસકા પાસેથી 1590 લીટર બાયોડીઝલ સાથે 3 ઝડપાયા
લીંબડી ડીવાયએસપી સહિતની ટીમનો દરોડો
બાયોડીઝલ, વાહનો, ચોખાની ૬૨૦ બોરી મળીને કુલ ૯૫.૫૦ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
લીંબડી- લીંબડી-રાજકોટ હાઈવે પર રાસકા ગામના પાટિયા પાસે આવેલી નર્મદા કેનાલ નજીકથી લીંબડી ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા ૧૯૫૦ લીટર બાયોડીઝલ તથા ૬૨૦ બોરી ચોખા, ૪ વાહન, ૨ મોબાઈલ ફોન તથા ૧ મોટર મળીને કુલ રૃપિયા ૯૫.૫૦ લાખનાં મુદ્દામાલ સાથે ૩ શખ્સોને ઝડપી પાડયા હતા. અન્ય ૩ શખ્સો નાસી છુટયા હતા.
લીંબડી રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલોમાં બુટલેગરો દ્વારા ગેરકાયદે રીતે બાયોડીઝલ વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠતા લીંબડી ડીવાયએસપી વી.એમ રબારી તથા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ ધરવામાં આવ્યું હતું. જેમાં બાતમીના
લીંબડી-રાજકોટ હાઇવે પર આધારે રાસકા ગામના બોર્ડ થી રાસકા ગામ તરફ જતા રોડ પર નર્મદાની કેનાલ પાસે રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા (રહે. સૌકા) ગેરકાયદે રીતે બાયોડીઝલ ટેન્કરમાં લાવીને હાઈવે રોડ પર ચાલતા ટ્રક ચાલકોને વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી વી.એમ રબારી તથા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો.
પોલીસના દરોડામાં રવિરાજ રણજીતસિંહ ઝાલા (રહે. સૌકા), સુનીલ બદ્ધિગીરી ગોસ્વામી (રહે. ભીલખેડી, ભાગોર મધ્ય પ્રદેશ), દેવીલાલ માંગીલાલ કસન (રહે.સુજાલપુર મધ્ય પ્રદેશ) સહિતના ને ઝડપી પાડી ૧૫૯૦ લીટર બાયોડીઝલ (કિ.રૃ.૧,૧૯,૨૫૦), ૪ વાહન (કિં.રૃ.૬૪ લાખ), ચોખાની ૬૨૦ બોરી (કિં.રૃ. ૨૦,૧૮,૨૫૦), કલર ડોલો તથા બેરલો (કિ.રૃ.૧૦,૦૦,૦૦૦), બે મોબાઈલ (કિં.રૃ. ૮,૦૦૦) એક મોટર (કિં.રૃ. ૫,૦૦૦) મળીને કુલ રૃપિયા ૯૫,૫૦,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
તેમજ બાયોડીઝલ ભરી આપનાર વોન્ટેડ ઈરફાન ઉર્ફે ઈમરાન (રહે. કચ્છ, ભુજ) તથા નાશી છુટનાર એક ટ્રક ચાલક તથા એક ટેન્કર ચાલક સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
એસએમસીના દરોડામાં વોન્ટેડ આરોપી બાયોડીઝલ સાથે ઝડાપયો
૨૧મી એપ્રિલ ૨૦૨૫ના રોજ વૃંદાવન હોટલ તથા અન્ય એક હોટલના કમ્પાઉન્ડમાંથી ગાંધીનગર એસએમસી દ્વારા દરોડા પાડીને ભેળસેળ યુક્ત ડીઝલ તથા લોખંડના સળિયા સહિત ૧.૨૪ કરોડના મુદામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં બંને હોટલના માલિકોને પોલીસે વોન્ટેડ બતાવ્યાં હતાં. પરંતુ લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું જે સમયે એસએમસી દરોડો પાડયો હતો તે સમયે એક આરોપી લીંબડી પોલીસ સ્ટેશનમાં નજીક તેમ છતાં પોલીસે તેને નાસ્તો બતાવ્યો હતો. તે દરોડામા રવિરાજ રણજીતસિંહ ઝાલા (રહે. સૌકા)ને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો.