વડોદરા પોલીસની વાહન ચેકિંગની કામગીરીમાં ચાકુ અને છરો લઈ ફરતા ત્રણ ઝડપાયા
Vadodara : વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે ગતરાત્રે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન પોલીસે જયુબિલી બાગ તથા સોમા તળાવ ચાર રસ્તા ખાતેથી ત્રણ શખ્સોને ચાકુ તથા છરા સાથે ઝડપી પાડી તેઓની વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગ બદલ જીપીએ 135(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોપેડની ડેકીમાં ધારદાર છરો લઈ ફરતો શખ્સ ઝડપાયો
રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ગઈકાલે રાત્રે જ્યુબિલી બાગ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે વખતે રાત્રે 9 :15 કલાકે ગાંધીનગર ગૃહ તરફથી આવી રહેલ બર્ગમેન મોપેડ ચાલક ઉપર શંકા જતા તેને રોકી જડતી લીધી હતી. મોપેડની ડેકી ખોલી તપાસ કરતા તેમાંથી ધારદાર છરો મળી આવ્યો હતો. પોલીસે છરો કબ્જે લઈ મોપેડ ચાલક મનીષ સુનિલભાઈ સોનવણે (રહે-જૂની બારીગેટ, સીટી પોલીસ સ્ટેશનની બાજુમાં) ની હથિયારબંધી જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.
કમરના ભાગે સંતાડેલ ચાકુ સાથે બે ઝડપાયા
કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ગઈકાલે રાત્રે સોમા તળાવ ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે વખતે 8:30 કલાકે એક શખ્સ તેના પેન્ટના કિસ્સામાં કંઈક નાખતો જણાતા પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે તેને રોકી જડતી લેતા કમળના ભાગે સંતાડેલ ચાકુ મળી આવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં શખ્સ કલ્પેશ ગોવિંદભાઈ વાઘેલા (રહે-શૈલેષ નગર, ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ) હોવાનું બહાર આવ્યું હતું. તેવી જ રીતે, સોમા તળાવ ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગની કામગીરી દરમ્યાન અન્ય એક શખ્સ ઉપર શંકા જતા તેની જડતી લેતા કમરના ભાગે સંતાડેલ ચાકુ મળી આવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં શખ્સ સુનિલ છગનભાઈ તડવી (રહે-મહાદેવ ફળિયુ, સોમા તળાવ, ડભોઇ રોડ) હોવાનું બહાર આવ્યું હતું. કપુરાઈ પોલીસે ઉપરોક્ત બંને આરોપીની હથિયાર બંધી જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.