Get The App

જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા 3 આરોપી પકડાયા : 1 ફરાર

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા 3 આરોપી પકડાયા : 1 ફરાર 1 - image

Jamnagar Liquor Raid : જામનગર શહેર અને કાલાવડ પંથકમાં ગઈકાલે દારૂ અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 આરોપીઓની અટકાયત કરી લઈ 56 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કર્યો છે. જ્યારે એક આરોપીને ફરાર જાહેર કરાયો છે.

સૌપ્રથમ દરોડો જામનગરમાં શંકર ટેકરી વણકર સમાજની વાડી પાસે રહેતા દિવ્યેશ ઉર્ફે દિવલો મનસુખલાલ ચૌહાણના મકાન પર પાડવામાં આવ્યો હતો. જેના રહેણાંક મકાનમાંથી છ નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂ સાથે આરોપી દિવ્યેશ ચૌહાણની પોલીસે અટકાયત કરી લીધી છે.

આ ઉપરાંત શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા સાહીલ ઉર્ફે ગોપાલ કૈલાસભાઈ ગોહિલના ઈંગ્લિશ દારૂનો બીજો દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં રહેતા સાહિલ ગોપાલ કૈલાશભાઈ ગોહિલના મકાન પર દરોડો પાડી મકાનમાંથી 24 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કર્યો હતો. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

ઈંગ્લિશ દારૂનો ત્રીજો દરોડો જામનગર-કાલાવડ હાઈવે રોડ પર સુરસાંગ ગામના પાટીયા પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી કાર લઈને નીકળેલા લોધીકા ગામના ગૌતમ સુરેશભાઈ જાદવ અને મહેન્દ્ર હેમુભાઇ દેગામાંને પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા, અને તેઓની પાસેથી 24 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને કાર સહિત રૂપિયા 2,62,500 ની માલમતા કબજે કરી છે.