Gujarat

લાલપુર પોલીસ સ્ટેશનના અલગ-અલગ કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા ૩ આરોપીઓ ઝડપાયા

By GS TEAM
30 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના લાલપુર પંથક ના ત્રણ નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુર પોલીસ સ્ટેશનના  અલગ-અલગ કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા ૩ આરોપીઓ ઝડપાયા

જામનગર જિલ્લાના લાલપુર પંથક ના ત્રણ નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.

જામનગર જીલ્લાના પોલીસ વડા  ડો.રવિ મોહન સૈની એ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના આપી  હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગના પ્રતિભાના માર્ગદર્શન હેઠળ લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.  કે.એલ.ગળચર અને સ્ટાફ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા જરૂરી તપાસ કરતા  હોય તે દરમ્યાન લાલપુર પોલીસ સ્ટેશનના લાલપુર તથા પીપરટોડા ગામમાંથી અલગ અલગ કોર્ટ ના સજા વોરંટ ના નાસતા ફરતા ૩ આરોપીઓને પકડી પાડી જામનગર જીલ્લા જેલ હવાલે કરવામા આવ્યા  છે.

જે આરોપીઓ સબીરભાઇ ઇબ્રાહીમભાઇ જુણેજા (ઉ.વ.48 રહે. ઉગમણો ઝાપો લાલપુર તા-લાલપુર જી-જામનગર), અમરશીભાઇ મંગાભાઇ ચાવડા (રહે.આંબેડકરવાસ દરનાર શેરી લાલપુર તા-લાલપુર જી-જામનગર) અને  સંગ્રામભાઇ સવજીભાઇ ધ્રાંગીયા (જાતે.ભરવાડ રહે.પીપરટોડા ગામ તા.લાલપુર જી.જામનગર) નો સમાવેશ થાય છે.