Gujarat

કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા

By GS TEAM
21 Feb 20261 min read
કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા

- પોલીસે પીછો કરતા ચાલક કાર મૂકીને ફરાર

- પોલીસે બિયરનો જથ્થો, કાર સહિત કુલ રૂ. 3.63 લાખની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો 

નડિયાદ : ખેડા એલસીબીએ કમળા ચોકડી નજીક પંચર થયેલી કારમાંથી વિદેશી દારૂના બિયરના ૨૮૮ નંગ (કિંમત રૂ.૬૩,૩૬૦)નો જથ્થો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની ગાડી મળી કુલ રૂ.૩,૬૩,૩૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એલસીબી પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાત્રજ ચોકડીથી અમદાવાદ તરફ એક કાર વિદેશી દારૂ ભરીને પસાર થનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મળેલી કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીનો ચાલક યુટર્ન મારી વરસોલા ચોકડી થઈ કમળા ચોકડી તરફ નાસી ગયો હતો. કમળા ચોકડી નજીક કટમાંથી યુ ટર્ન લેવા જતા અચાનક ડ્રાઇવર સાઈડનું ગાડીનું ટાયર ફાટયું હતું. જેથી ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. એલસીબી પોલીસે આ ગાડીની તલાસી લેતા વિદેશી દારૂના બિયરના ૨૮૮ ટીન (કિંમત રૂ.૬૩,૩૬૦) મળી આવ્યા હતી. જેથી પોલીસે વિદેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની કાર સહિત રૂપિયા ૩,૬૩,૩૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.