હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ
લીંબડીના
જાખણ ગામ નજીક એસએમસીનો દરોડો
દારૃ, કન્ટેનર મળીને ૮૪.૬૯
લાખનો મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે શખ્સની ધરપકડ, છ શખ્સ
વિરૃદ્ધ ગુનો
લીંબડી -
લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટીયા પાસેથી ઉનની
આડમાં થતી દારૃની હેરેફેરીને એસએમસીની ટીમે ઝડપી પાડી હતી. પોલીસે ૨૮ હજાર નંગ
વિદેશી દારૃની બોટલ, મોબાઈલ, કન્ટેનર
અને ઊનની બોરી મળીને કુલ રૃપિયા ૮૪.૬૯ લાખનો મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે શખ્સને ઝડપી પાડી છ શખ્સો
વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.
ગાંધીનગર
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન
બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતાં લીંબડી નજીક જાખણના પાટિયા પાસે આવેલી
રાજસ્થાન પંજાબી પવન ઢાબા હોટલના કંપાઉન્ડમાં પાકગમાં પાર્ક કન્ટેનરમાં વિદેશી
દારૃનો જથ્થો ભરેલો છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ
ધરીને કન્ટેનર ચાલક હરદયાલ નારાયણસિંહ રાવત (રહે.દેપાલી, રાજસ્થાન) તથા
ભુપેન્દ્ર નિમસિંહ રાવત (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડયા હતા.
એસએમસીએ
કન્ટેનરમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૃની ૨૮,૭૪૪ બોટલ (કિં.રૃ.૫૫,૪૭,૫૯૨), કન્ટેનર (કિં.રૃ.૨૫,૦૦,૦૦૦), ૩-મોબાઈલ કિં.રૃ. ૧૦,૫૦૦,
ઊનની બોરીના ૪૧૦ બાંચકા કિં.રૃ. ૪,૧૦,૦૦૦ તથા રોકડ રૃ.૧૯૦૦ મળીને કુલ રૃ.૮૪,૬૯,૯૯૨નો મુદામાલ કબજે કર્યોે હતો અને આટલી મોટી માત્રામાં વિદેશી દારૃનો
જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે બંને શખ્સોની પુછપરછ કરી
હતી.
જેમાં
હરદયાલ રાવતે જણાવ્યું તે આઠ વર્ષથી સુરેન્દ્ર રાવતને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી
કરે છે. સુરેન્દ્ર રાવત કતાર નામના માણસ સાથે પાર્ટનરશીપમાં દારૃનો ધંધો કરે છે.
હરદયાલ સુરતમાં બે-ત્રણવાર મોટી ગાડીમાં જડપાયો હતો અને થોડા સમય સમય જેલમાં પણ
ગયો હતો. સુરેન્દ્ર રાવતનો ચાર દિવસ પહેલાં ફોન આવ્યો કે કતાર ચંડીગઢથી દારૃનો
જથ્થો ભરીને આપશે જે તારે ચોટીલા પહોંચાડવાનો છે. ત્યાથી હરદાયે તેના મિત્ર
ભુપેન્દ્ર બંને ચંડીગઢથી દારૃનો જથ્થો ભરીને જયપુરથી મધ્યપ્રદેશ થઈને દાહોદ બોર્ડર
થઈને ગુજરાતમાં આવ્યા હતા.
પોલીસે
ટ્રક ચાલક હરદયાલ રાવત, કલીનર ભુપેન્દ્ર રાવત, સુરેન્દ્ર રાવત તથા કતાર અને
દારૃનો જથ્થો ભરી આપનાર તથા દારૃ મંગવાનાર સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો
વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.