Get The App

નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત 1 - image


ચોટીલામાં સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો

દારૃ, ટ્રક, પિકઅપ વાન, કપાસનું વેસ્ટ મટિરિયલ સહિત રૃ.2.13 કરોડના મુદામાલ સાથે 07 શખ્સ ઝડપાયા - 5 વોન્ટેડ

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરોને દ્વારા વિદેશી દારૃની હેરાફેરી અને કટિંગ થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ની ટીમે ચોટીલા હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ પાસે આવેલી 'વડવાળા દર્શન' હોટલના કમ્પાઉન્ડમાંથી કપાસની આડમાં લઇ જવાતો રૃ.૧.૭૭ કરોડના દારૃ સહિત રૃ.૨.૧૩ કરોડના મુદામાલ સાથે ૦૭ શખ્સોને ઝડપી પાડયા હતા.

ચોટીલા હાઈવે પર નાની મોલડી ગામ પાસે આવેલી 'વડવાળા દર્શન' હોટલના કંપાઉન્ડમાંથી એસએમસીની ટીમે વિદેશી દારૃની ૨૮,૪૦૪ બોટલ(કિં.રૃ.૧,૭૭,૮૧,૩૬૦), ટ્રક અને પીકઅપ કિંમત (રૃ.૩૫ લાખ), કપાસનું વેસ્ટ મટીરીયલના ૨૦૫ બંડલ (કિં.રૃ.૭૭,૯૦૦) સહિત કુલ રૃ.૨,૧૩,૬૧,૭૬૦ના મુદામાલ સાથે ૦૭ શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન અન્ય પાંચ શખ્સ હાજર મળી નહીં આવતા એસએમસીએ ૧૨ શખ્સ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.  એસએમસીએ ઝડપી પાડેલો દારૃ પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન અને મોહાલીની ડિસ્ટિલરીમાં બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દરોડામાં કોણ ઝડપાયું

(૧) મુકેશ વાલસિંગ માવી (૨) બદીયા મંગુસિંગ દેવકા (૩) પાતલીયા બેસી મસાનિયા (૪) કુંવરસિંગ થાનસિંગ મીનાવા (૫) રાકેશ વેરસિંગ મસાનિયા (૬) નાંગરસિંગ કાલુસિંગ દેવકા અને કાલુ ભારુંભાઈ મસાનિયા (તમામ રહે. ભાણેજડા ગામ, તા.ચુડા, જિ. સુરેન્દ્રનગર)

વોન્ટેડ આરોપીની યાદી (૧) સંજયભાઈ અનકભાઈ ખાચર (ઈંગ્લિશ દારૃ મંગાવનાર) રહે.નાની મોલડી, તા.ચોટીલા (૨) રાજસ્થાન પાસિંગ ટ્રકનો ચાલક (૩) ટ્રક માલિક (૪) ટ્રક ક્લીનર અને (૫) ઈંગ્લીશ દારૃનો જથ્થો મોકલનાર

એસએમસીની રેઇડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

ચોટીલા હાઈવે પર આવેલ હોટલો સહિતના સ્થળો પરથી અવાર નવાર એસએમસીની ટીમ દ્વારા ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટિંગ ઝડપી ઝડપાયું છે. ત્યારે ફરી એકવખત ચોટીલા હાઈવે પર નાની મોલડી ગામ પાસેથી એસએમસી ટીમ દ્વારા ઈંગ્લીશ દારૃ સહિત રૃ.૨.૧૩ કરોડનો મુદામાલ કબજે કરતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને આ મામલે આગામી દિવસોમાં નવા જૂની થવાના એંધાણ પર વર્તાઈ રહ્યા છે.

Tags :