Get The App

માણેજાની ફરસાણની દુકાનમાંથી ગેસના ૨૮ સિલિન્ડર કબજે

દુકાનદાર કોઇ યોગ્ય ખુલાસો કરી નહીં શકતા પોલીસે સિલિન્ડર કબજે લીધા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
માણેજાની ફરસાણની દુકાનમાંથી ગેસના ૨૮ સિલિન્ડર કબજે 1 - image

વડોદરા,માણેજા પાસે ફરસાણની દુકાનમાંથી પોલીસે ગેસના ૨૮ સિલિન્ડર કબજે કર્યા છે. આટલી મોટી સંખ્યામાં સિલિન્ડર રાખવા અંગે દુકાનદાર કોઇ ખુલાસો કરી શક્યો નહતો.

મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે,માણેજા ક્રોસિંગ પાસે આત્મીય ટેનામેન્ટ - ૨ પાસે અગ્રવાલ સ્વીટ એન્ડ નાસ્તા નામની દુકાનમાં ભવાનીશંકર ઉર્ફે ભોલો અગ્રવાલ લાયસન્સ વગર અલગ - અલગ કંપનીના એલ.પી.જી. સિલિન્ડર રાખી કાળાબજાર કરે છે. જેથી,મકરપુરા પી.આઇ. એ.એમ. ગોહિલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ૧૦ ભરેલા અને ૧૮ ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સિલિન્ડર રાખવા બાબતે તેની પાસે પુરાવા માગતા તે આપી શક્યો નહતો. જેથી,  પોલીસે તેની પાસેથી મળેલા ૨૮ સિલિન્ડર કબજે લીધા છે. જ્યારે દુકાનદાર ભવાનીશંકર ઉર્ફે ભોલો વિશ્વંભરદયાલ અગ્રવાલ (રહે.પંચરત્ન સોસાયટી, માણેજા) ની સામે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.