આણંદ જિલ્લામાં વધુ 270 શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કરી તપાસ
- ખંભાત જીઆઈડીસીમાં 124 શકમંદોની પૂછપરછ
- અગાઉ 308 શંકાસ્પદની પૂછપરછમાં 8 બાંગ્લાદેશી ગેરકાયદે રહેતા પકડાયા હતા
આણંદ : આણંદ જિલ્લામાં ઘૂસણખોરી કરી ગેરકાયદે રહેતા ૮ બાંગ્લાદેશી ઝડપાયા બાદ આજે જિલ્લા પોલીસે વધુ ૨૭૦ શકમંદોને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરી હતી.
ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના લોકોને શોધવાની ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે આણંદ જિલ્લામાં આજે બીજા દિવસે પોલીસની વિવિધ ટીમો કાર્યવાહી માટે ઉતરી હતી. જેમાં આણંદ શહેરમાં ૯૫, ખંભોળજના ૨૬, વાસદમાં ૨૫ શકમંદોને રાઉન્ડઅપ કરાયા હતા. ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં ૧૨૪ શકમંદોને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરાઈ હતી. સોમવારે ૩૦૮ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કર્યા બાદ મંગળવારે વધુ ૨૭૦ શકમંદોની પૂછપરછ કરાઈ હતી.