રહેણાંક મકાનમાંથી બિયરના 264 ટીન મળ્યાં, બુટલેગર ફરાર
- શહેરના ઘોઘારોડ પર
- લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂા. 61 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : શહેરના ઘોઘારોડ, રાજારામના અવેડાવાળા ખાંચામાં મફતનગર વિસ્તારના રહેણાંકના મકાનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ૨૬૪ બિયરના ટીન ઝડપી લીધા હતા.જ્યારે બુટલેગર ફરાર થઈ ગયા હતા.
ભાવનગર એલસીબીનો સ્ટાફનાં ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળી હતી કે, જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ (રહે. ઘોઘારોડ, રાજારામના અવેડાવાળા ખાંચામાં, મફતનગર, ભાવનગર ) તેના રહેણાંક મકાને ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે. જે બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રહેણાંકના મકાનમાં તલાશી લેતા બિયર ટીન ૨૬૪ રૂ.૬૧,૬૮૦ મળી આવતા પોલીસે કબ્જે લીધો હતો.જ્યારે જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ ફરાર થઈ જવામાં સફળ થયો હતો.આ બનાવ સંદર્ભે પોલીસ તેના વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.