Gujarat

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિઓનેટલ આઈસીયુ બનાવાશે

By GS TEAM
12 Nov 20251 min read
TukuTouch Logo
હાલ સ્મીમેર હોસ્પિટલમાં 24 નિઓનેટલ આઈસીયુ છે વધુ 26 બનાવી 50 બેડ કરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિઓનેટલ આઈસીયુ બનાવાશે

Surat Smimer Hospital : સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નાના બાળકોના ગંભીર રોગમાં સારવાર મળે તે માટે  નિઓનેટલ આઈસીયુ સુવિધા છે પરંતુ જરૂરત વધુ હોવાથી પાલિકા તંત્રએ વધુ 26 નિઓનેટલ આઈસીયુની સુવિધા ઉભી કરવા માટે આયોજન કર્યું છે. બેડની સંખ્યા વધારવા માટેની કામગીરી માટે 80 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને તે માટે શાસકો સામે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. 

સુરત પાલિકા દ્વારા સહારા દરવાજા ખાતે સ્મીમેર હોસ્પિટલ બનાવી છે તે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રના કેટલાક ગામના દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની ગઈ છે. નાના બાળકોને ગંભીર રોગમાં તાત્કાલિક સારવાર મળે તે માટે પાલિકા તંત્ર દ્વારા 26 નિઓનેટલ આઈસીયુ બેડની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જોકે, હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ આવી રહ્યાં છે તેમાં ગંભીર રોગનો ભોગ બનેલા નાના બાળકો પણ આવી રહ્યાં છે અને બાળકો માટે બનાવેલા 26 નિઓનેટલ આઈસીયુ બેડ ઓછા પડી રહ્યાં છે. 

લોકોની માંગણી ના કારણે સ્મીમેર હોસ્પિટલમાં વધુ 24 નિઓનેટલ આઈસીયુ બેડ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સ્મીમેરના F બ્લોકના બીજા માળે જરૂરિયાત મુજબ સિવિલ વર્ક પાછળ 80 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને ત્યારબાદ આ સુવિધા શરૂ કરવામાં આવશે.