જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડામાં પાંચ મહિલા સહિત 26 જુગારીઓ ઝડપાયા
Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં ચાલતા શ્રાવણિયા જુગાર પર પોલીસે જુદા જુદા સ્થળોએ દરોડા પાંચ મહિલા સહિત 26 જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 85 હજાર જેટલી રોકડ રકમ કબ્જે કરી છે.
ધ્રોલના મોટાઇટાળાથી હમાપર જવાના કાચા રસ્તે તાળી વાડી વિસ્તારમાં આવેલ વોકળામાં જાહેરમાં જુગાર રમી રહેલાં પ્રવીણકુમાર અમૃતલાલ નીમાવત, નીલેશભાઇ લાલજીભાઇ ગડારા (ઉ.વ.43, રહે.દ્વારકાધીશ, નરેન્દ્રસિંહ રામસંગ જાડેજા, લાલુભારતી બચુભારતી ગોસાઇ નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તમામ શખ્સો પાસેથી રૂ.38,600 રોકડા સહિત કલ રૂ.38,700 ની મતા કબ્જે કરી હતી.
આ ઉપરાંત મોરકંડા રોડ પર રિઝવી પાર્કમાં જાહેરમાં પાના ટીંચી રહેલાં હિતેષ મગનલાલ વાઢેર, ભગવતીપ્રસાદ ઉર્ફે મુનો ભગવાનદાસ જામવેચા, હાજી અયુબભાઇ ખફી, અલી ઇબ્રાહીમભાઇ વારીયા, અયાન ઉર્ફે બાબાકાદરભાઇ ચાકી, ભગવાનજીભાઇ રામજીભાઇ પરમાર, અબુ આમદ ફુલવડી, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા રૂપસિંહ રાઠોડ, ખલીલ ઇસ્માઇલભાઇ કોરા નામના નવ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂ.25,800 ની રોકડ કબ્જે કરી છે.
જ્યારે શહેરના ટી.બી.હોસ્પિટલ પાસે પ્રતિક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમી રહેલાં દીવ્યેશભાઈ મહેન્દ્રગીરી ગોસાઈ, ધવલભાઈ મનીષભાઈ નડીયાપરા, પ્રશાંતભાઈ નીતીનભાઈ ગોસ્વામી, રશ્મીબેન ધર્મેન્દ્રભાઈ સીંઘવાડ, ભાવનાબેન ભવ્યેશભાઈ વારીયા, આશાબા કીરીટસિંહ જાડેજા, આશાબેન વાઓફ યોગેશભાઈ મેવાડા, શીલ્પાબેન હુશેનભાઈ હીરજી નામના પાંચ મહિલા સહિત આઠ જુગારીઓને ઝડપી લઈ તમામના કબ્જામાંથી રૂ.10,100ની રોકડ જપ્ત કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે મેઘપર પડાણા પોલીસે ઝાંખર ગામે તુલશી પાનની બાજુમાં જાહેરમાં જુગટું રમી રહેલાં કાથળજી જેઠીજી ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ પ્રભાતસિંહ જેઠવા, મહાવીરસિંહ ચંદુભા જાડેજા, નામના પાર શખ્સોને રૂ.10,290 ની રોકડ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ છે.