Get The App

યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા

માંજલપુરના વિઝા કન્સલ્ટન્ટે આપેલા ચારચેક પણ રિટર્ન થયા

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા 1 - image

વડોદરા,યુ.કે.ના વર્ક પરમિટ વિઝા માટે યુવક પાસેથી ૨૬.૫૦ લાખ પડાવી લઇ વિઝા નહી ંઅપાવી તેમજ રૃપિયા પણ પરત કર્યા નહતા. જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ સોમેશ્વર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વૃષાંગ રમેશકુમાર રાજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૪ માં મારે વિેદેશ જવું હોઇ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે આવેલ ઇહા વર્લ્ડ વાઇડ વિઝા કન્સલ્ટન્સીના વૈભવ દિનેશભાઇ  પટેલને મળ્યા હતા. તેમની સાથે યુ.કે.ના વર્ક પરમિટ વિઝા ટાયર -૨ કેટેગરીના વિઝા અંગે વાત થઇ હતી. તેમણે કહ્યું હતું કે, પાંચ વર્ષના વિઝા માટે ૩૫ લાખ થશે. તેમાં ત્યાંના  તમામ ચાર્જ, એર ટિકિટ,એક મહિનો રહેવાનું  તેમજ બધું આવી જશે. ૯૦ દિવસમાં કામ થઇ જશે. તેમજ  હાલમાં તમારે ૪ લાખ આપવા  પડશે. વિઝાના તમામ રૃપિયા રોકડમાં આપવાના રહેશે.અડધા રૃપિયા ૧૫ દિવસમાં આપવાના રહેશે. અમે વૈભવ પટેલના ઘરે સચ્ચિદાનંદ પાર્ક સોસાયટી, તરસાલી જઇને રોકડા ૪ લાખ રૃપિયા આપ્યા હતા. જ્યારે અન્ય રૃપિયા તેમની ઓફિસે જઇને પણ આપ્યા હતા. તેમણે એક  લેટર  આપ્યો હતો. થોડા દિવસો પછી એવું કહ્યું કે, મેં જે કંપનીનો  લેટર આપ્યો હતો. તે કંપનીને સરકારે બ્લેક લિસ્ટ કરી છે. જેથી, તે લેટર પર વિઝા નહીં મળે. તેમણે કહ્યું કે, તમારા વિઝાનું કામ હવે મારાથી નહીં થાય. તમે આપેલા રૃપિયા હું પરત કરી દઇશ. તે અંગે એક નોટરી કરાર પણ કર્યો હતો. ત્યારબાદ વૈભવ પટેલે આપેલો ૧૩.૫૦ લાખનો ચેક રિટર્ન થયો હતો. તેમણે  મારી પાસેથી લીધેલા ૨૬.૫૦ લાખની સામે આપેલા ચાર ચેક રિટર્ન થયા હતા.