વડોદરા મહાનગર આયોજન સમિતિની રચના માટે 30 સભ્યોની 25મીએ ચૂંટણી
- વડોદરા કોર્પોરેશનના કોર્પોરેટરો મતદાન કરશે
વડોદરા, તા. 24 ઓક્ટોબર 2021 રવિવાર
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા મહાનગર ના વિકાસ કામો માટે વડોદરા મહાનગર આયોજન સમિતિ ની રચના કરવા 30 સભ્યોની ચૂંટણી આગામી તારીખ 25મીના રોજ યોજાનાર છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 25મીએ યોજાનાર ચૂંટણી માં ચુંટાયેલા કોર્પોરેટરોએ મતદાન કરશે.
વડોદરા મહાનગર આયોજન સમિતિ ના 30 સભ્યોની ચૂંટણી નું જાહેરનામું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જાહેર કર્યું છે જેમાં ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી નગરપાલિકાની પ્રાદેશિક કચેરી વુડા બિલ્ડીંગ કારેલીબાગ અને મદદનીશ ચૂંટણી અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી કોઠી કચેરી ખાતેથી મેળવી ને તારીખ 8/11/2021 સુધીમાં ભરવાના રહેશે જ્યારે તારીખ 10મી એ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. અને તારીખ 13મી એ બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકશે.
વડોદરા મહાનગર આયોજન સમિતિ ના 30 સભ્યોની ચૂંટણી તારીખ ૨૫મીના રોજ સવારે આઠથી સાંજના પાંચ દરમિયાન યોજાશે અને તારીખ 26 મી ના રોજ મતગણતરી થશે.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે વડોદરા મહાનગર આયોજન સમિતિ ની બે વર્ષ અગાઉ પણ રચના કરવાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્યાર બાદ ચૂંટણી યોજાઈ હતી પરંતુ આ સમિતિની ત્યારે પણ બેઠક મળી ન હતી.