Gujarat

એકના ડબલ કરવાની લાલચ આપીને ૨૫૬ લોકો સાથે ૮૬ લાખની છેતરપિંડી

By GS TEAM
7 Aug 20252 mins read
એકના ડબલ કરવાની લાલચ આપીને ૨૫૬ લોકો સાથે ૮૬ લાખની છેતરપિંડી

ગાંધીનગરના સેક્ટર-૧૬માં થાણેની કંપનીએ બ્રાન્ચ ખોલી

માતૃભૂમિ ગુ્રપ ઓફ કંપનીના સંચાલકો વિરૃદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  મહારાષ્ટ્રના થાણે ખાતે આવેલી માતૃભૂમિ ગ્પ ઓફ કંપની દ્વારા ગાંધીનગરના સેક્ટર ૧૬માં બ્રાન્ચ ખોલીને છ થી સાત વર્ષમાં રૃપિયા ડબલ કરવાની લાલચ આપીને અઢીસોથી વધુ વ્યક્તિઓ પાસેથી રૃપિયા એકઠા કરી ૮૬ લાખ ઉપરાંતની છેતરપિંડી કરવામાં આવી હોવા અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

હાલમાં રાતોરાત રૃપિયા ડબલ કરી આપતી ઠગ એજન્સીઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરના સેક્ટર ૧૬માં વર્ષ ૨૦૧૨માં મુંબઈના થાણેની માતૃભૂમિ ગ્પ ઓફ કંપની દ્વારા બ્રાન્ચ શરૃ કરવામાં આવી હતી અને અહીં રોકાણ કરનાર વ્યક્તિઓને છ થી સાત વર્ષમાં રૃપિયા ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી. જેના પગલે લોકો આ કંપનીના વિશ્વાસમાં આવ્યા હતા અને રૃપિયા રોકવાનું શરૃ કરી દીધું હતું. ગાંધીનગરના જીઇબીમાં જુનિયર ક્લાર્ક તરીકે કામ કરતા અને પેથાપુર આમ્રકુંજ એવન્યુમાં રહેતા ગૌરવ વિરેન્દ્રકુમાર જોશી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના પિતાના મિત્ર રાજેશભાઈ છગનભાઈ પટેલ માતૃભૂમિ ગુ્રપ ઓફ કંપનીના એજન્ટ હતાં અને તેમણે કંપનીની રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને પેન્શન પ્લાન સ્કીમોમાં પાકતી મુદતે રોકાણ કરેલી રકમ ડબલ કે તેથી વધુ મળવાનો વાયદો કર્યો હતો. જેથી તેમના અને તેમની માતાના નામે વર્ષ ૨૦૧૨માં ૧૦.૩૫ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું અને તેની સામે વર્ષ ૨૦૨૧માં ૨૧.૪૨ લાખ રૃપિયા જેટલી રકમ મળવા પાત્ર હતી પરંતુ આ પાકતી રકમની મુદત પહેલા જ કંપનીની ગાંધીનગર બ્રાંચ બંધ થઈ ગઈ હતી અને ડિરેક્ટરો ભાગી ગયા હતા. જેના પગલે કંપની સામે કાર્યવાહી કરવા માટે પોલીસમાં અરજી કરી હતી અને તપાસ કરતા ગૌરવભાઈ ઉપરાંત અન્ય ૨૫૫ જેટલા રોકાણકારો પાસેથી કુલ ૮૫.૯૭ લાખ રૃપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે હાલ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ પોલીસ દ્વારા કંપનીના સંચાલકો એવા ચેરમેન મુંબઈ થાણે મીરા રોડ ખાતે રહેતા પ્રદીપ રવિન્દ્ર ગર્ગ, ડાયરેક્ટર મિલિન્દ અનંત જાદવ, ડાયરેક્ટર થાણેમાં રહેતા સંજય હેમંતભાઈ બિશ્વાસ અને વલસાડ કપરાડાના સુખલા ગામે રહેતા ડાયરેક્ટર વિનોદભાઈ વજીરભાઈ પટેલ સહિત અન્ય વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.