Gujarat Samachar Earthquake Reports : 26 જાન્યુઆરી 2001ની એ સવાર ગુજરાત માટે માત્ર એક તારીખ નહોતી, પરંતુ એક ઘા હતી. કચ્છની ધરતી થરથર કંપી ઉઠી અને થોડી જ સેકન્ડોમાં હજારો સપનાંઓ ધૂળમાં મળી ગયા. ઘરો નહીં, આખા પરિવારો તૂટી પડ્યા. રસ્તાઓ પર રડતા બાળકો, લોકોની ચીંચયારીઓ, અવશેષોમાં પોતાના સ્વજનોને શોધતા હાથ અને આંસુઓમાં ડૂબેલી શાંતિ - એ દૃશ્યો આજે પણ મનમાં જીવંત છે. 26 જાન્યુઆરી 2001 બાદ ગુજરાત સમાચારમાં છપાયેલા અહેવાલો માત્ર આંકડાઓ કે લોકોની વેદનાઓ ન હતી પરંતુ દરેક શબ્દ પાછળ એક અધૂરી વાર્તા, એક તૂટેલું ઘર અને એક ન મટતી પીડા છુપાયેલી છે.











