BOI ના નામે ઠગાઈ, નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખંખેર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : બેંકોને ઓનલાઇન માહિતી આપવાની હોતી નથી તેવી વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં ઓનલાઇન ઠગો જાતજાતની તરકીબો અજમાવીને બેંકના નામે છેતરપિંડી કરતા હોય છે. વડોદરાના એક 85 વર્ષીય નિવૃત્ત બેંક મેનેજર સાથે બેંક ઓફ ઇન્ડિયાના નામે છેતરપિંડીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
દિવાળીપુરામાં રહેતા સજન કુમાર શાહ નામના નિવૃત્ત બેંક મેનેજરે પોલીસને કહ્યું છે કે ગઈ તા.11મી ઓગસ્ટે મને વોટ્સએપ ઉપર બેન્ક ઓફ ઇન્ડિયાના નામે મેસેજ આવ્યો હતો અને નિવૃત્ત બેંક અધિકારીઓને પાંચ લાખની મર્યાદા વાળું લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર કરવામાં આવી હતી.
ઠગોએ કાર્ડ લેવામાં રસ હોય તો ટીક માર્ક કરી રીપ્લાય આપવા માટે કહ્યું હતું. જેથી મેં યસની ટીક કરી હતી. ત્યારબાદ તા.13મી એ મને બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ વેરિફિકેશન. એપીકેના નામે એક લિંક મોકલવામાં આવી હતી અને તેમાં વિગતો ભરવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી મેં વિગતો ભરીને માહિતી મોકલી હતી.
ત્યારબાદ મને ઓટીપી મળવા માંડ્યા હતા જેથી બીજે દિવસે તપાસ કરાવતા મારા એકાઉન્ટમાંથી 9 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને ઠગોએ રૂ 25.48 લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાની જાણ થઈ હતી. આ બાબતે સાયબર સેલ ને જાણ કરતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









