ખેડા જિલ્લાના 240 મહેસૂલ કર્મી માસ સીએલ પર ઉતરતા કામ ઠપ
- પ્રમોશન, ફેરબદલી સહિતના પડતર પ્રશ્ને વિરોધ
- રેવન્યૂ તલાટી, નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ રજા પર રહેતા અરજદારોને ધક્કો પડયો
ગુજરાત મહેસૂલ વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ સાથે રજૂઆતો કરી રહ્યા છે. અગાઉ ખેડા જિલ્લા રેવન્યુ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર આપ્યો હતો. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં નાયબ મામલતદાર સંવર્ગની છેલ્લા ૮ વર્ષથી ન બનેલી પ્રવરતા યાદી, કર્મચારીઓની જિલ્લા ફેર બદલીની પડતર અરજીઓનો નિકાલ અને કારકુનથી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહીનો સમાવેશ થાય છે.
થોડા દિવસ પહેલા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ના મળતા આજે ખેડા જિલ્લાના ૨૪૦ ઉપરાંત મહેસૂલ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી વિરોધ કર્યો હતો.
રેવન્યુ તલાટી, નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ રજા પર રહેતા કચેરીઓમાં કામકાજ ઠપ થતાં અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી.