જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં થયો વધારો : વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં વધારો થતો જાય છે, અને ગઈકાલે કાલાવડની 24 વર્ષીય યુવતીનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ છે.
કાલાવડમાં સિનેમા રોડ પર રહેતી દીપિકાબેન તુલસીભાઈ રાબડીયા નામની 24 વર્ષની યુવતીને ગઈકાલે હાર્ટ એટેક આવી ગયો હતો, અને બેશુદ્ધ બન્યા બાદ તેણીનું હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું છે. સૌપ્રથમ મૃતક યુવતીને ગઈ રાત્રે પોતાના ઘેર ઊલટીઓ થઈ હતી, અને ગભરામણ થયા બાદ ખેંચ આવતાં સારવાર માટે બેશુદ્ધ અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકની માતા નયનાબેન તુલસીભાઈ રાબડીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉનના પોલીસ સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.








