Get The App

વેરાવળમાં 55 વર્ષમાં, દિવમાં 24 વર્ષ, ઓખામાં 21 વર્ષ અને રાજકોટ 7 વર્ષ, સુરત 4 વર્ષમાં 1 દિવસનો સર્વાધિક વરસાદ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
વેરાવળમાં 55 વર્ષમાં, દિવમાં 24 વર્ષ, ઓખામાં 21 વર્ષ અને રાજકોટ 7 વર્ષ, સુરત 4 વર્ષમાં 1  દિવસનો સર્વાધિક વરસાદ 1 - image


એપ્રિલે ગરમીએ અને મે માસમાં માવઠાંએ રેકોર્ડ તોડયા : વડોદરા, કેશોદ,મુંબઈમાં મે માસમાં એક દિવસના વરસાદનો નવો વિક્રમ 

રાજકોટ, : ગુજરાતના ક્લાઈમેટમાં જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે, ગત એપ્રિલ માસમાં રેકોર્ડબ્રેક ઈતિહાસમાં કદિ જોઈ ન હોય તેવું ઉંચુ તાપમાન નોંધાયું અને મે માસમાં આશ્ચર્યજનક રીતે પારો નીચો રહ્યો છે. પરંતુ, મે માસમાં મુશળધાર માવઠાં વરસીને એક દિવસમાં સર્વાધિક વરસાદના વિક્રમો ગુજરાત અને મુંબઈમાં તોડયા છે. મૌસમ વિભાગના ડેટા અનુસાર  ગુજરાતના વડોદરામાં, સૌરાષ્ટ્રના કેશોદમાં અને મુંબઈમાં જ્યારથી વરસાદ નોંધાય છે ત્યારથી આજ સુધીનો મે માસમાં એક દિવસનો સૌથી વધારે વરસાદ ગત મે-2025માં નોંધાયો છે. ઉપરાંત ગુજરાતના અન્ય પાંચ સ્થળોએ પણ પાંચથી પંચાવન વષનું સર્વાધિક માવઠું મે માસમાં નોંધાયેલ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ જિલ્લાના કેશોદમાં ઈ.સ.૧૯૫૯થી હવામાન નોંધાય છે. જે ંમૂજબ ગત તા. 8-5-2025 ના એક જ દિવસમાં 37.4 મિ.મિ.વરસાદે છેલ્લે ઈ.સ. 2000નો 33.8 મિ.મિ.નો રેકોર્ડ તોડી નવો વિક્રમ સ્થાપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત ચોમાસામાં જુનાગઢ જિ.ના વિસાવદરમાં રેકોર્ડબ્રેક વધુ વરસાદ વરસ્યો હતો. 

આ જ રીતે (1) સોમનાથ યાત્રાધામ આવેલ છે તે વેરાવળમાં ગત તા. 24 મે 2025ના દિવસે વરસેલ 18 મિ.મિ.(પોણો ઈંચ) વરસાદ એ ઈ.સ.૧૯૭૦ પછી સર્વાધિક છે. વેરાવળનો રેકોર્ડબ્રેક વરસાદ તા. 31-5-1917 ના 123 મિ.મિ. નોંધાયો હતો. આમ, આ વર્ષે 55 વર્ષ બાદ મે માસમાં ધોધમાર માવઠાં વરસ્યા. (2) સુરતમાં ગત 4 વર્ષનો સૌથી વધુ 21 મિ.મિ.વરસાદ ગત તા. 23 મેના વરસ્યો હતો (3) દિવમાં ગત તા. 22મેના 21.2 મિ.મિ.વરસાદ એ ઈ.સ. 2001 પછી મે માસના એક દિવસનો સર્વાધિક વરસાદ છે. એટલે કે 24 વર્ષ બાદ આટલો એક સાથે વરસાદ આ મહિનામાં વરસ્યો.  (4) રાજકોટમાં ગત તા. 27 મેના 28.2 મિ.મિ.વરસાદ નોંધાયો છે જે ઈ.સ. 2018 પછી 7 વર્ષ બાદ એક દિવસમાં વરસેલો સર્વાધિક કમોસમી વરસાદ છે. (5) અમદાવાદમાં તા. 29-5-2025 ના 51  મિ.મિ.(2 ઈંચ) વરસાદ બે વર્ષમાં વધારે છે પરંતુ, ઈ.સ.૧૯૧૭થી આજ સુધીમાં જે 4 વર્ષોના મે માસમાં સર્વાધિક કમોસમી વરસાદ નોંધાયો તેમાં ઈ.સ. 2025 સમાવિષ્ટ થાય છે. (6) સૌરાષ્ટ્રના ઓખામાં ઈ.સ. 2004 પછી મે માસમાં નોંધાય તેવું માવઠું આ વર્ષે વરસ્યું છે. 

Tags :