Get The App

૨૪ વર્ષ અગાઉ મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરાવી દીધી હતી

વર્ષ-૨૦૦૧માં જગ્યાનું પઝેશન અપાયુ હતુ,પ્રતિ ચોરસમીટર રુપિયા એક લેખે વર્ષ-૨૦૨૯ સુધીનું વાર્ષિક ભાડુ ભરાયેલુ છે

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
૨૪ વર્ષ અગાઉ  મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરાવી દીધી હતી 1 - image


અમદાવાદ,ગુરુવાર,21 ઓગસ્ટ, 2025

ખોખરા વોર્ડમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી સ્કૂલ સત્તાવાળાઓ સામે લોકોનો આક્રોશ વધી રહયો છે.આ પરિસ્થિતિમાં ૨૪ વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના શાસનમાં ૧૦ હજાર ચોરસમીટર જગ્યા ૯૯ વર્ષના ભાડા પટ્ટે પધરાવી દેવામાં આવી હતી.એ સમયે રુપિયા ૧.૩૬ કરોડ કુલ પ્રિમીયમ લઈ વર્ષ-૨૦૦૧માં જગ્યાનું પઝેશન અપાયુ હતુ.પ્રતિ ચોરસમીટર રુપિયા એક લેખે વાર્ષિક રુપિયા ૧૦૪૬૫ મુજબ વર્ષ-૨૦૨૯ અંત સુધીનું ભાડુ સ્કૂલ તરફથી ભરાયેલુ છે.

ખોખરામાં કોર્પોરેશનનો સ્કૂલના હેતુ માટે ૧૦૪૬૫ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ હતો.વર્ષ-૨૦૦૦થી ૨૦૦૫ સુધી કોર્પોરેશનમાં કોંગ્રેસ  પક્ષ સત્તામાં હતો.૪ ઓકટોબર-૨૦૦૧ના દિવસે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સેવન્થ-ડે સ્કૂલના સંચાલકોને આ જગ્યા આપી દેવા માટે ઠરાવ મંજૂર કરાયો હતો.જે પછી ૨૨ જાન્યુઆરી-૨૦૦૨ના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ખોખરામાં કોર્પોરેશનના સ્કૂલ હેતુ માટેનો રીઝર્વ પ્લોટ આપવા અંતિમ મહોર મરાઈ હતી.નોંધનીય છે કે જે તે સમયે આ સ્કૂલના સંચાલકો પાસેથી રુપિયા ત્રણ લાખ અર્નેસ્ટ મની ડિપોઝીટ, પ્રિમીયમ ડિપોઝીટ તરીકે રુપિયા વીસ લાખ તથા પ્રિમીયમની રકમ તરીકે રુપિયા ૧.૧૩ કરોડ મળી રૃપિયા ૧.૩૬ કરોડ કોર્પોરેશને વસૂલ કર્યા હતા.૧૨ જાન્યુઆરી-૨૦૦૧ના રોજ કોર્પોરેશને જગ્યાનુ પઝેશન આપ્યુ હતુ.૧૩ ઓકટોબર-૨૦૦૩ના રોજ લીઝ ડીડ કરવામાં આવ્યુ હતુ.મામૂલી એવા ટોકનભાડાથી  આપવામાં આવેલી જગ્યાને લઈ હવે કોર્પોરેશનમાં રાજકીય જંગ શરુ થવાની સંભાવના છે.

Tags :