Get The App

રીક્ષા અકસ્માતમાં મૃતકમુસાફરના વારસોને 24.17 લાખ વળતરનો હુકમ

બાર વર્ષ પહેલાં રિક્ષાચાલકની બેદરકારી ભર્યા ડ્રાઈવીંગથી રીક્ષા પલ્ટી જતાં વરાછાના યુવાનનું મોત થયું હતું

Updated: Dec 23rd, 2023

GS TEAM


Google News
Google News
રીક્ષા અકસ્માતમાં મૃતકમુસાફરના વારસોને 24.17 લાખ વળતરનો હુકમ 1 - image



સુરત

બાર વર્ષ પહેલાં રિક્ષાચાલકની બેદરકારી ભર્યા ડ્રાઈવીંગથી રીક્ષા પલ્ટી જતાં વરાછાના યુવાનનું મોત થયું હતું

બારેક વર્ષ પહેલાં વરાછારોડ ઉમિયાધામ મંદિર નજીક રીક્ષા પલ્ટી જવાથી ગંભીર ઈજાથી મૃત્તક મુસાફરના વારસોને રૃા.24.17 લાખ વળતર ચૂકવી આપવા મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ એસ.દવેએ  રિક્ષાચાલક, માલિક તથા શ્રીરામ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને હુકમ કર્યો છે.

વરાછા એ.કે.રોડ ધરતીનગર ખાતે રહેતા તથા ડાયમંડ કંપનીમાં નોકરી કરતાં 25 વર્ષીય અજય રામાયણભાઈ યાદવ ગઈ તા.27-2-2011ના રોજ હીરેન ગોરધનભાઈ કોરીંગા (રે.શક્તિનગર સોસાયટી વિભાગ-1 વરાછા રોડ)ની માલિકીની રીક્ષાચાલક જીતેન્દ્ર સુરેશભાઈ યાદવની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસીને ઉમીયા માતા મંદિર પાસેથી પસાર થતાં હતા.જે દરમિયાન રિક્ષાચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.જેથી સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાથી અજય  યાદવનું મોત નિપજતાં મૃત્તકના વિધવા પત્ની રેનુદેવી,પિતા રામાયણભાઈ તથા માતા મેવાતીદેવી યાદવે રિક્ષા ચાલક,માલિક તથા શ્રીરામ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી રૃ.23લાખ અકસ્માત વળતર માંગ્યું હતું. રજૂઆતમાં અરજદારો તરફે જણાવાયું હતું કેમૃત્તકની વય માત્ર 25 વર્ષની હોઈ ડાયમંડ કંપનીમાં નોકરી કરીને માસિક રૃ.11 હજારની આવક ધરાવતા હતા. મૃત્તકના આકસ્મિક મોતને કારણે વારસોએ ઘરનો મોભી ગુમાવ્યો હોઈ નાણાંમાં ન પુરાઈ શકે તેવી કાયમી ખોટ વેઠવાનો વારો આવ્યો છે. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈને મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૃ.24.17 લાખ ચુકવવાની સંયુક્ત તેમજ વિભક્ત જવાબદારી રિક્ષાચાલક, માલિક તથા વીમા કંપનીની હોવાનો નિર્દેશ આપ્યો છે.


Tags :