Get The App

રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની કરાશે ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની કરાશે ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત 1 - image


Revenue Talati Recruitment: એક બાજુ જ્યારે GPSCને લઈને સરકાર સામે લોક આક્રોશ વધતો જાય છે, ત્યારે બીજી બાજુ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીની એડવર્ટાઇઝમેન્ટ શનિવાર સુધીમાં પણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર મુકવાની સંભાવના છે.

રાજ્યમાં ગામડાઓમાં હાલ એવી સ્થિતિ છે કે ત્રણ-ચાર ગામ વચ્ચે એક જ તલાટીની નોકરી હોય અને વહીવટ એક જ તલાટી કરતા હોય છે. એનું કારણ સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવી હોવાથી તલાટીઓની ઘટ હતી. હવે જ્યારે GPSCને લઈને રાજ્યભરમાં આક્રોશ રાજકીય ટીકાનું અને જાતિગત નિર્ભાવોની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા હેતુથી રાજ્ય સરકારે રેવન્યુ તલાટીની ભરતી બહાર પાડી છે.

2300 જગ્યાઓ માટે કરાશે ભરતી

ગત મહિને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પત્રમાં જણાવ્યું હતું કે, 'આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટગીરીવાઈઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે.'

રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની કરાશે ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત 2 - image

ભરતીનો જાહેરાત ક્રમાંક

મહેસૂલ તલાટીની કુલ 2389 ભરતી પડશે. જેનો જાહેરાત ક્રમાંક 301/202526 હશે.

રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની કરાશે ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત 3 - image


Tags :