- પોલીસે અલગ-અલગ 3 ગુના નોંધ્યા
- પોલીસે દારૂ સાથે 4 શખ્સોને ઝડપી કુલ 6 શખ્સો સામે ગુના નોંધી રૂ. 1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
શહેરના કણબીવાડ ધજાગરાવાળી શેરી લાખાવાડમાં સાહિલ ઉર્ફે ભુરો અશોકભાઈ જાદવે વિશાલભાઈ બારૈયાના ભાડે રાખેલા મકાનમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે ગંગાજળિયા પોલીસે તપાસ કરતા મકાનના ત્રીજા માળની ઓરડીમાંથી રૂ.૪૧,૨૬૬ની કિંમતની વિદેશી દારૂની ૬૦ બોટલો મળી આવતા પોલીસે સાહિલ ઉર્ફે ભુરો અશોકભાઈ જાદવ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે તથા અન્ય એક બનાવમાં શહેરના ભીલવાડા સર્કલ રિક્ષા સ્ટેન્ડ પાસે ત્રણ શખ્સો દારૂ લઈને ઉભા હોવાની બાતમીના આધારે ગંગાજળિયા પોલીસે તપાસ કરતા બાતમીવાળા સ્થળેથી કલ્પેશ ઉર્ફે કેપી પથુભાઈ પ્રજાપતિ (રહે.ચિત્રા), ધનજી ઉર્ફે ધનુ લાલજીભાઈ મકવાણા અને બકુલ હર્ષદરાય પંડયા (બન્ને રહે. આનંદનગર)ને દારૂની ૧૩૯ બોટલ અને બિયરના ૧૧ ટીન મળી કુલ રૂ.૨૬,૨૧૧ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. જ્યારે ગારિયાધારના માંડવી ગામે ઠોઠ વિસ્તાર તરીકે ઓળખાતી વાડીએ રાહુલ ભુપતભાઈ ડેર દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ગારિયાધાર પોલીસે તપાસ કરતા વાડીમાં શિંગના પાલાના ઢગલામાં છૂપાવેલી દારૂની ૩૬ બોટલ અને બીયરના ૯ ટીન મળી કુલ રૂ.૫૩,૭૮૦ના મુદ્દામાલ સાથે રાહુલ ભુપતભાઈ ડેર (રહે.માંડવી)ને ઝડપી લઈ પુછપરછ કરતા તેને આ દારૂ મધુ હાથીભાઈ ગોવાળીયા (રહે.રાયપર)એ આપ્યો હોવાનું જણાવતા બન્ને વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.


