Get The App

ભાવનગર જિલ્લામાં જુગારની બાજી માંડી બેઠેલા એક મહિલા સહિત 231 પત્તાબાજ ઝબ્બે,એક ફરાર

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગર જિલ્લામાં જુગારની બાજી માંડી બેઠેલા એક મહિલા સહિત 231 પત્તાબાજ ઝબ્બે,એક ફરાર 1 - image


- એલસીબી સહિત ભાવનગર જિલ્લા પોલીસના દરોડા

- પોલીસ દ્વારા રોકડ રકમ 3 કાર મળી રૂ. 4.62 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં શ્રાવણી જુગારની બાજુમાં બેઠેલા કુલ મળી ૨૩૧ જુગારીઓને પોલીસે ૪.૬૨ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

સિહોર પોલીસે સિહોરના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી જુગાર રમતા ૨૮ ખેલીને રૂ ૨૫,૦૦૦ સાથે ઝડપી લીધા હતા.તેમજ મહુવા રૂરલ પોલીસે ૩૧ જુગારી રૂ. ૭૧,૧૧૦ સાથે પકડાયા તથા જેસર પોલીસે ૧૩ જુગારીને રૂ. ૨૧,૬૦૦ સાથે દબોચ્યા તેમજ બગદાણા પોલીસે ૩૮ જુગારી રૂ ૯૨,૪૪૦ સાથે પકડી પાડયા હતા.તથા ઘોઘારોડ પોલીસે ૭ જુગારી રૂ.૫૮૪૦ સાથે પકડયા હતા.જ્યારે ઘોઘા પોલીસે જુગાર રમતા ૧૧ શખ્સને રૂ.૨૩,૪૯૦ સાથે ઝડપી લીધા હતા.ભરતનગર પોલીસે ૧૨ જુગારીઓને રૂ.૧૧,૨૩૦ સાથે દબોચી લીધા હતા.તદુપરાંત એલસીબીએ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી ૧૩ જુગારીને રૂ.૨૬,૮૫૦ સાથે ઝડપી લીધા હતા.તેમજ એલસીબીએ મહુવા ટાઉન પોલીસ મથકમાં દરોડો પાડી જુગાર રમતા ૧૭ ઇસમને રૂ.૩૮,૭૫૦ સાથે ઝડપી લીધા હતા.ઉમરાળામાંથી જુગાર રમતા ૪ શખ્સ રૂ. ૧૬૫૦ સાથે પકડાયા તથા તળાજા પોલીસે ૧૪ ઈસમોને રૂ.૨૩,૪૨૦ સાથે ઉઠાવ્યા તેમજ પાલીતાણા ટાઉન પોલીસે છ જુગારીઓને રૂ.૨૧,૮૫૦ સાથે પકડયા તેમજ ખુટાવડા પોલીસે ૯ જુગારીને રૂ.૧૬,૦૩૦ સાથે પકડયા તથા ગારીયાધાર પોલીસે ૬ જુગારીને રૂ.૫,૦૦૦ સાથે ઉઠાવ્યા તેમજ બોરતળાવ પોલીસે ૧૨ જુગારીને ૪૬,૯૧૦ સાથે પકડયા હતા.પાલીતાણા રૂરલ પોલીસે ૧૫ જુગારી ને રૂ ૨૫,૪૯૦ સાથે પકડયા તથા વેલાવદરભાલ પોલીસે ૫ જુગારીને રૂ.૧૪,૩૦૦ સાથે ઝડપી લીધા તથા ગંગાજળિયા પોલીસે ૪ જુગારી ને રૂ.૫૨૩૦ સાથે ઉઠાવી લીધા.

ભાવનગરનાં રીસોર્ટમાં જુગાર રમતા 9 નબીરા ઝબ્બે

ભાવનગર શહેરથી થોડે દૂર આવેલા ભંડારિયા ગામના રિસોર્ટના વિલા નંબર ૧૩  ઝુબેર હનીફભાઈ તેલવાણી નામના શખ્સે બુક કરી બહારથી માણસો બોલાવી જુગારની બાજી માંડી હતી.વરતેજ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડી ઝૂબેર હનીફભાઇ તેલવાણી,યાસીન અબ્દુલકરીમભાઇ ફુલવાળા અકરમ અમીનભાઇ કાલવા,હનીફ હારૂનભાઇ કાસમાન,ઈમ્તીયાઝ કાદરભાઇ લોહીયા,આદીલ ઇક્બાલભાઇ લાકડીયા,તબરેજ કાદરભાઇ લાડા, મક્સુદ અજીજભાઇ લાકડીયા,તોફીક હીનીફભાઇ માલકાણીને રોકડા રૂપિયા,ત્રણ કાર મળી રૂ.૨૪,૦૬,૭૦૦ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :