Get The App

જાહેરમાં જુગાર રમતી 6 મહિલા સહિત 23 ઝડપાયા

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
જાહેરમાં જુગાર રમતી 6 મહિલા સહિત 23 ઝડપાયા 1 - image


- શહેર-જિલ્લામાં જુગારની બાજીઓ પર પોલીસના દરોડા

- બોરતળાવ, ગંગાજળિયા, વેળાવદર ભાલ અને ખુટવડા પોલીસમાં ગુના નોંધાયા

ભાવનગર : શહેર-જિલ્લામાં જાહેરમાં જુગારની બાજી માંડીને બેસેલી ૬ મહિલા સહિત ૨૩ શખ્સોને પોલીસે ઝડપી લઈ અલગ-અલગ ૪ પોલીસ મથકોમાં ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના કરચલિયાપરામાં જાહેરમાં જુગાર રમતા મનીષાબેન ચાવડા, કેબુબેન મકવાણા, સુનિતાબેન ગોહેલ, રેવાબેન પરમાર, આશાબેન ડાભી અને રેખાબેન જાદવને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી ગંગાજળિયા પોલીસમાં ગુનો નોંધ્યો હતો. જ્યારે કુંભારવાડામાં જુગાર રમતા ગિધા મકવાણા, જેન્તી ચૌહાણ, પ્રવિણ સોલંકી, જેન્તી રાંઘાણી, તનસુખ ઉર્ફે ધનસુખ સોલંકી, અરવિંદ ઉર્ફે નારી મેર, રામસંગ બાવળીયા અને રાજેશ સોલંકીને બોરતળાવ પોલીસે ઝડપી ગુનો નોંધ્યો હતો. તેમજ ભાવનગરના રાજગઢ ગામે જુગાર રમતા ગીરીરાજસિંહ ગોહિલ, ઘનશ્યામ મકવાણા, મનજી વાઘેલા, રમેશ ધરજીયા અને સંજય સુરેલાને વેળાવદર ભાલ પોલીસે ઝડપી ગુનો નોંધ્યો હતો. જ્યારે મહુવાના બોરડી ગામે જાહેરમાં જુગાર રમતા મેરૂ ગુજરીયા, મનીષ ડાભી, મહેશ ગુજરીયા અને મનુ બારૈયાને ખુટવડા પોલીસે ઝડપી ગુનો નોંધ્યો હતો.

Tags :