Get The App

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા 1 - image


- ભાજપના મેન્ડેટ જાહેર થયેલા 4 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા

- બોરસદ બેઠક પર કોંગ્રેસ સમર્થિત બે ઉમેદવારીપત્ર ભરાયા : ખેડા જિલ્લામાંથી 8, મહીસાગરમાં બે અને વ્યક્તિગત સભાસદની બેઠકમાં બે ફોર્મ ભરાયા

આણંદ : આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ૨૩ ઉમેદવારીપત્ર આણંદ પ્રાંત કલેક્ટર કચેરીમાં ભરાયા હતા. ભાજપે મેન્ડેટ જાહેર કરેલા ચાર અને અપક્ષના ૧૦ ફોર્મ ભરાયા છે. ત્યારે ૯ ઉમેદવારીપત્રો ડમી પણ ભરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવામાં હજૂ અવઢવમાં છે. જ્યારે ભાજપ તા. ૨૬મીએ બાકી રહેલા ઉમેદવારોની આખરી યાદી જાહેર કરે તેવી સંભાવના છે. 

ભાજપે ખેડા જિલ્લાની ઠાસરા અને ડુમરાળ તેમજ મહિસાગરની બાલાસિનોર અને વિરપુર બેઠક પર શનિવારે નામ જાહેર કરી ચાર ઉમેદવારોને મેન્ડેટ આપી દીધો હતો. ત્યારે સોમવારે આણંદ ખાતે આવેલા વિધિ પાર્ટી પ્લોટમાં ભાજપના જાહેર થયેલા ચાર ઉમેદવારોએ ખેડા અને મહીસાગર જિલ્લાના દૂધ ઉત્પાદકો તથા મતદારોને એકત્ર કર્યા હતા. વિજય મુહૂર્તમાં ભાજપના ચાર ઉમેદવારો સમર્થકો સાથે પ્રાંત કચેરીમાં ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા. ભાજપના ઉમેદવારોમાં ખેડા જિલ્લાના ઠાસરા બેઠક પર પ્રિયંકાબેન કૃણાલસિંહ પરમાર, ડુમરાલ બેઠક પર અમૂલના ચેરમેન વિપુલ કાંતિભાઈ પટેલ જ્યારે મહિસાગર જિલ્લામાં બાલાસિનોર પર રાજેશ પાઠક અને વિરપુરમાં સાભેસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે.

આણંદ જિલ્લામાં બોરસદ બેઠક પર કોંગ્રેસ સમર્થિત બે ઉમેદવારો રાજેન્દ્રસિંહ પરમાર અને નટવરસિંહ મહીડાએ આજે ફોર્મ ભરી દીધા છે. ત્યારે બંનેમાંથી એક ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચી લે તેવી શક્યતાઓ છે. 

આણંદ કલેક્ટર કચેરીમાં આજે ૧૪ સંભવિત ઉમેદવારો સહિત કુલ ૨૩ જેટલા ઉમેદવારીપત્ર ભરાયા હતા. ગત ચૂંટણીમાં બિનહરીફ થયેલી વ્યક્તિગત સભાસદ વિભાગમાંથી પણ આજે બે ઉમેદવારી પત્ર ભરાયા છે. 

અમૂલની ચૂંટણીમાં હજુ વિપક્ષ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવનામાં નહીં આવતા અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ભાજપ દ્વારા આણંદ જિલ્લાની ચાર બેઠકોમાં હજુ ઉમેદવારો નક્કી કરવા સંદર્ભે અસમંજસ યથાવત્ છે. તા. ૨૬ ઓગસ્ટે ભાજપની આખરી યાદીમાં તમામ ઉમેદવારોની જાહેરાત થવાની સંભાવનાઓ છે. જ્યારે વિશ્વાસ પેનલ દ્વારા મંગળવારે બપોર પછી ઉમેદવારોની જાહેરાત થઈ શકે તેમ છે. ત્યારે તે જ દિવસે અથવા તા. ૨૭મી ઓગસ્ટે ઉમેદવારીપત્ર ભરાય તેવી શક્યતા છે. 

કયા ઉમેદવારોએ સોમવારે ફોર્મ ભર્યા

આણંદ જિલ્લો

ક્રમ

બેઠક

ઉમેદવારનું નામ

દૂધ મંડળીનું નામ

મતદાર નં.

પક્ષ

બોરસદ

રાજેન્દ્રસિંહ ધિરસિંહ પરમાર

દહેવાણ

૨૧

કોંગ્રેસ સમર્થિત

બોરસદ

નટવરસિંહ સરદારસિંહ મહીડા

ગાજણ

૪૯

કોંગ્રેસ સમર્થિત

ખેડા જિલ્લો

ઠાસરા

પ્રિયંકાબેન કૃણાલસિંહ પરરમાર

મગનભુલાના મુવાડા

૧૦૬

ભાજપ સમર્થિત

કઠલાલ

શિલ્પાબેન નિલમકુમાર શાહ

અનારા

૨૪

અપક્ષ

મહેમદાવાદ

જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ

મોદજ

૧૪

અપક્ષ

કઠલાલ

સુરસિંહ ચહેરાજી રાઠોડ

મોતીપુરા

૨૯

અપક્ષ

માતર

સંજયભાઈ હરિભાઈ પટેલ

શેખપુર

૫૩

અપક્ષ

નડિયાદ

ધર્મસિંહ છોટાભાઈ પરમાર

પીપળાતા

૧૦૬

અપક્ષ

નડિયાદ

કૌશિકભાઈ સોમાભાઈ પરમાર

મંજીપુરા

૬૫

અપક્ષ

નડિયાદ

વિપુલકુમાર કાંતિભાઈ પટેલ

ડુમરાલ

૨૭

ભાજપ (અમૂલ ચેરમેન)

મહિસાગર જિલ્લો

બાલાસિનોર

રાજેશકુમાર ગજાનંદ પાઠક (પપ્પુભાઈ)

ગોપેશ્વર

૬૭

ભાજપ (ડીરેક્ટર, અમૂલ)

વિરપુર

પરમાર સાભેસિંહ મેગાભાઈ

ધી અલુજીની વાવ

૪૦

ભાજપ (ડીરેક્ટર, અમૂલ)

આજીવન વ્યક્તિગત સભાસદ વિભાગ

વ્યક્તિગત

પટેલ રણજીતભાઈ કાન્તીભાઈ

મુ.સારસા

૨૦

વ્યક્તિગત

પટેલ વિજયભાઈ ફુલાભાઈ

મુ.ડાકોર

Tags :