Get The App

ભાવનગરમાં 8 માસમાં હત્યાના 22 બનાવો બન્યા

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં 8 માસમાં હત્યાના 22 બનાવો બન્યા 1 - image


- ભાવનગર શહેર જિલ્લામાં કાયદોવ્યવસ્થા કથળી

- છેલ્લા 8 માસમાં કુલ 1415 લોકો હથિયાર સાથે ઝડપાયા

ભાવનગર : ભાવનગર શહેર જિલ્લાના કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય તેમ હત્યા, મારામારી લૂટ ચોરીના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં ગત છ માસ દરમિયાન ભાવનગર શહેર જિલ્લામાં ૨૨ જેટલા હત્યાના બનાવો બન્યા છે. તેની સાથે સાથે શરીર સબંધી બનાવો પણ વધ્યા છે. શહેર જિલ્લામાં હથિયાર લઈને ફરતા ૧૪૧૫ લોકોને પકડી પાડવામાં આવ્યા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસોમાં વધી રહેલા હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્નો - ઉઠી રહ્યાં છે. હત્યાના બનાવોના આંકડા પ્રમાણે છેલ્લા ૮ માસના શહેર-જિલ્લામાં હત્યાના કુલ ૨૨ બનાવો બન્યા છે. જેમાં અડધા એટલે કે હત્યાના ૯ બનાવો તો છેલ્લા બે માસમાં જ બન્યા છે. કલા અને સંસ્કારની નગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેર અને જિલ્લામાં ક્રાઈમરેટ વધી રહ્યો હોય તેમ છેલ્લા થોડાં દિવસોમાં શહેર-જિલ્લામાં વધી રહેલા હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ૫૨ સવાલ ઉઠાવ્યા છે. ચાલુ વર્ષ-૨૦૨૫ના છેલ્લા ૮ માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાના કુલ ૨૨ બનાવો બન્યા છે. જાન્યુઆરીથી જુલાઈ માસ દરમિયાન મે મહિનામાં સૌથી વધારે હત્યાના પાંચ બનાવો બન્યા હતા. ચાલુ માસ આગસ્ટના પ્રથમ સપ્તાહમાં હત્યાના બે બનાવો બન્યા છે. જેમાં ગતરોજ પૈસાની લેતી દેતી મામલે શહેરમાં વૃધ્ધની હત્યા કરી દેવામાં આવી હતી. તેમજ ગત તા.૨ ઓગસ્ટના રોજ તળાજાના શેળાવદર ગામે પતિએ પત્નીની હત્યા કરી દીધાનો ચકચારી બનાવ બન્યો હતો. ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં શરીર સંબંધિત ગુનાઓનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. શરીર સંબંધીત ગુનાઓને અંજામ આપવા માટે હથિયારોની ઉપયોગ થતો હોય છે. તેવી સ્થિતિમાં પોલીસ દ્વારા છરીથી લઈને બંદુક સહિતના હથિયારો સાથે ફરતા ઈસમોને ઝડપીને જીવી એક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. ભાવનગરમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના છેલ્લા ૮ માસમાં શહેર જિલ્લાના જુદાં-જુદા પોલીસ પથકોમાં આવા કુલ ૧૪૧૫ કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લ આંઠ માસમાં મે મહિનામાં સૌથી વધારે ૩૬૬ હથિયારો તથા સૌથી ઓછા ફેબ્આરીમાં ૮૬ હથિયારો સાથે ઝડપાયાના કેસ નોંધવામાં આવ્યા છે.

વર્ષ 2024 માં હત્યાના બનાવનું સરવૈયું

માસ

હત્યાના બનાવ

જાન્યુઆરી

૦૪

ફેબુ્રઆરી

૦૪

માર્ચ

૦૨

એપ્રીલ

૦૩

મે

૦૩

જુન

૦૫

કુલ

૨૧

વર્ષ 2025 માં હત્યાના બનાવનું સરવૈયું

માસ

હત્યાની સંખ્યા

જાન્યુઆરી

૦૨

ફેબ્આરી

૦૦

માર્ચ

૦૪

એપ્રિલ

૦૩

મે

૦૫

જૂન

૦૪

જુલાઈ

૦૨

ઓગસ્ટ

૦૨

કુલ

૨૨

વર્ષ 2-25 માં પકડાયેલા હથિયારોનું સરવૈયું


માસ            હથિયારોની સંખ્યા

જાન્યુઆરી

૧૨૨

ફેબુ્રઆરી

૮૬

માર્ચ

૨૩૧

એપ્રિલ

૩૩૦

મે

૩૬૬                   

જૂન

૨૮૦

કુલ

૧૪૧૫








Tags :