Gujarat

ભાવનગર-બોટાદ પંથકમાંથી 22 જુગારી ઝડપાયા

By GS TEAM
26 Aug 20251 min read
ભાવનગર-બોટાદ પંથકમાંથી 22 જુગારી ઝડપાયા

- ભાવનગરમાં ચાર અને બોટાદમાં જુગારની 1 રેઈડ

- જુગારના 5 બનાવોમાં પોલીસે કુલ રૂ. 34,760 નો મુદ્દામાલ કબ્જે લીધો

ભાવનગર : ભાવનગર-બોટાદ પંથકમાં જુગારના પાંચ બનાવોમાં પોલીસે કુલ ૨૨ પત્તાપ્રેમીઓને કુલ રૂ.૩૪,૭૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.

શહેરના તિલકનગર વિસ્તારમાં જુગાર રમતા બે સગ્ગાભાઈઓને ઘોઘારોડ પોલીસે કુલ રૂ.૧૦,૩૦૦ના મુદ્દામાલ સાથે, શામપરા ખોડીયાર વાડી વિસ્તારમાં જુગાર રમતા ૯ શખ્સોને વરતેજ પોલીસે રોકડા રૂ.૧૫,૮૦૦ સાથે, મહુવાના જનતાપ્લોટમાં જુગાર રમતા ૪ શખ્સોને કુલ રૂ.૩,૭૦૦ના મુદ્દામાલ સાથે તથા પાલિતાણામાં જુગાર રમતા ત્રણ શખ્સોને કુલ રૂ.૧,૭૭૦ના મુદ્દામાલ સાથે પાલિતાણા ટાઉન પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. જ્યારે બરવાળાના જુના નાવડા ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને બરવાળા પોલીસે કુલ રૂ.૩,૧૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.