ગરમીથી ૫૦ દિવસમાં ૧૪૯ કબૂતર સહિત ૨૧૩ પક્ષીને રેસ્ક્યૂ કરાયા
ગરમ પવનમાં ખોરાક-પાણી માટે પંખીઓની કસમકસ
હિટવેવને કારણે પક્ષીઓ પટકાવાના કિસ્સા વધ્યાં કેટલાક પક્ષીઓ વિવિધ વાઇરસમાં સપડાયા
ગાંધીનગર શહેર અને જિલ્લામાં જીવદયા માટે કામ રકતા શ્રીરામ
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, એપ્રિલ અને મે મહિનામાં ગાંધીનગર શહેર અને આસપાસના
વિસ્તારમાં કુલ ૨૧૩ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ પૈકી ૧૪૯ કબૂતરોને
સમયસર સારવાર આપી બચાવવામાં આવ્યા છે. તમામ રેસ્ક્યુ થયેલા પક્ષીઓમાંથી ૮૫ ટકા
પક્ષીઓ હીટ વેવના કારણે બીમાર પડયા હોવાનું અને માત્ર ૧૦ ટકા પક્ષીઓ ચિકન પોક્સ
જેવી વાયરસ બીમારીથી પીડાતા હોવાનું પણ જાણવા મળ્યું છે. બાકીના પાંચ પક્ષીઓને
કૂતરા અથવા બિલાડી દ્વારા ઘાયલ કરવામાં આવ્યા હતા.
ટ્રસ્ટના વોલન્ટિયર્સ જણાવે છે કે પ્રતિવર્ષ ઘણા કિસ્સામાં
પક્ષીઓ અવસ્થામાં મળે છે અને તેમના માટે સમયસર પાણી, છાંયડી અને તાત્કાલિક સારવાર જ જીવન બચાવનારી સાબિત થાય
છે.જાહેર જનતાને આ વિષયમાં સંવેદનશીલ બનવા અને ખાસ કરીને ગરમીના સમયમાં પોતાનાં ઘર
આંગણાંમાં અથવા બિલ્ડિંગ ટેરેસ પર પાણીના કૂંડા મૂકી પક્ષીઓને રાહત આપવાનો અનુરોધ
કરવામાં આવ્યો છે. પંખીઓ પણ પ્રકૃતિનો અમૂલ્ય હિસ્સો છે તેમનું રક્ષણ એ સૌની
જવાબદારી છે.
આકરી ગરમી વચ્ચે પક્ષીઓએ આકાશમાં ઉંચી ઉડાન ગુમાવી
સામાન્યરીતે ચામાચીડીયા અને કાગડા હિટ વેવનો શિકાર બનતા હોય છે પંરતુ આ વખતે કબુતર ગરમીને કારણે બિમાર પડયા હોવાના કિસ્સા વધ્યા છે.ગરમીના છેલ્લા ૫૦ દિવસોમાં ૧૪૯ કબુતર તો ગાંધીનગરની ફક્ત એક સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ જીવદયા ટ્રસ્ટ દ્વારા પોપટ, ચકલી તથા મોરના ૧૧-૧૧ કોલ એટેન્ડ કર્યા છે. ૧૩ સમડી, એક બાજ પણ ઉંચેથી પટકાયા હોવાને કારણે તેને સારવાર આપવામાં આવી છે.ઉપરાંત ત્રણ કાબર, બે ચામાચીડીયા, બે ઘુવડ, બે કાગડાને પણ બચાવવા માટે પક્ષીપ્રેમીઓને રેસ્ક્યુઅરને કોલ કર્યા હતા.