Gujarat

'...હું તો હાથ છોડીને જાવ છું', સુરતના 21 વર્ષીય યુવકે મોટાભાઈને મેસેજ કરીને કર્યો આપઘાત, કારણ અકબંધ

By GS TEAM
26 Nov 20251 min read
TukuTouch Logo
સુરતના પાંડેસરામાં 21 વર્ષીય યુવકે ભાઈ અને માતાને મેસેજ કરીને ગઈફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકના આપઘાત પાછળનું કારણ અકબંધ છે, ત્યારે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'...હું તો હાથ છોડીને જાવ છું', સુરતના 21 વર્ષીય યુવકે મોટાભાઈને મેસેજ કરીને કર્યો આપઘાત, કારણ અકબંધ

Surat News : સુરતના પાંડેસરામાં 21 વર્ષીય યુવકે ભાઈ અને માતાને મેસેજ કરીને ગઈફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકના આપઘાત પાછળનું કારણ અકબંધ છે, ત્યારે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના 21 વર્ષીય યુવકે મોટાભાઈને મેસેજ કરીને કર્યો આપઘાત

મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં રાહુલ અલગુરામ બિંદે નામના યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા મૃતકે તેના ભાઈને વોટ્સએપમાં મેસેજ કરીને લખ્યું હતું કે, 'તું ભાઈનો હાથ પકડી રાખજે, હું તો હાથ છોડી ને જાવ છું.' 

આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ, સુરતથી 2 આરોપીની ધરપકડ

મૃતક યુવક પાંડેસરા વિસ્તારમાં ઓટો ગેરેજમાં મેકેનિકનું કામ કરતો હતો. જ્યારે ક્યાં કારણોસર યુવકે આપઘાત કર્યો તે સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.