જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરણિત યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની વતની પરપ્રાંતીય યુવતી પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ છે, અને પરિવારજનો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગર તાલુકાના દરેડ ગામમાં આદમભાઈ નામના મકાન માલિકની ઓરડીમાં ભાડેથી રહેતી મૂળ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની વતની પ્રીતિબેન દયારામભાઈ મોર્ય નામની 21 વર્ષની અપરણીત યુવતી કે જે ગત 23 તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી.
પરિવારજનો દ્વારા તેણીની અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો સાંપડ્યો ન હતો. આખરે આ મામલો પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પરિવારજનો દ્વારા પ્રીતિબેન ગુમ થઈ ગયાની ગુમનોંધ કરાવી છે. જેને પોલીસ શોધી રહી છે.








