Get The App

ગુજરાત યુનિના ગેસ્ટ હાઉસમાં ૨૧ વર્ષીય વિદ્યાથનીનો ગળાફાંસો ખાઈ આપઘાત

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત યુનિના ગેસ્ટ હાઉસમાં ૨૧ વર્ષીય વિદ્યાથનીનો ગળાફાંસો ખાઈ આપઘાત 1 - image

- મૂળ બોટાદની યુવતી અમદાવાદની એલડી આર્ટસમાં અભ્યાસ કરતી હતી

- યુવતી એનએસએસ કેમ્પમાં આવી હતી,યુનિવસટી પોલીસે તપાસ હાથ ધરી

બોટાદ  : ગુજરાત યુનિવસટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાથનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. એનએસએસ કેમ્પમાં આવેલી બોટાદની વતની ૨૧ વર્ષીય વિદ્યાથનીએ એનઆરઆઇ હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસના રૂમની બારીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં ગુજરાત યુનિવસટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

મૂળ બોટદની વતની અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય મહેશ્વરીબેન ભુપતભાઈ ખાચર એલ.ડી. આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી.અને એનએસએસ કેમ્પ ચાલી રહ્યો હોવાથી વિદ્યાથની યુનિવસટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. વિદ્યાથનીનું એનએસએસમાં કામ સારું હતું જેના કારણે સિનિયર વોલેન્ટિયર બનાવાઈ હતી. દરમિયાનમાં વિધાથનીએ એનઆરઆઇ હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસના રૂમની બારીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો.આ ઘટનાની જાણ થતા ગુજરાત યુનિવસટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વિદ્યાથનીએ કયા કારણ વશ આપઘાત કર્યો તેની તાપસ કરવામાં આવી રહી છે.