બાવળામાં તંત્રની 21 ટીમે 1459 ઘરમાં આરોગ્યની ચકાસણી કરી
- સ્વાસ્થ્ય માટે સાત મિનિટ
- વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સર્વેલન્સ સહિતની કામગીરી હાથ ધરાઇ
બગોદરા : બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે વહીવટી તંત્રએ કામગીરી હાથ ધરી છે. શુક્રવારે દિવસ દરમિયાન ૨૧ ટીમો ૭૫ કર્મચારીઓ ૧૪૫૯ ઘરોમાં આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
એક ટીમમાં ત્રણ સભ્યો હતા. આ ૩ સભ્યોએ ૧ ઘરમાં ૭ મિનિટમાં આરોગ્યની તપાસ હાથ ધરી હતી. જે વ્યક્તિઓના આરોગ્યમાં તકલીફ જોવા મળી તેઓને ૨ મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પાણીને કારણે ઘણા વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓને ટ્રેક્ટરમાં બેસાડીને પણ આરોગ્યલક્ષી કામગીરી માટે સ્થળ પર પહોંચાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બાવળા મમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો ના થાય તે માટે પોરાનાશક કામગીરી, તાવ સર્વેલેન્સ, એમએલઓ કામગીરી, ડાયફલુંબેન્ઝયુરીન છંટકાવ કામગીરી સહિતની આરોગ્યલક્ષી કામગીરીની સાથે સર્વેલેન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓ દ્વારા લોકોને ઘરે ઘરે ફરીને પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.